કેન્દ્રિય કર્મચારીઓની સેલેરીમાં 23 ટકા સુધીના વધારાને મોદી કેબિનેટે મંજૂરી

ગુરુવાર, 30 જૂન 2016 (00:14 IST)
મોદી સરકારની કેબિનેટમાં આજે સાતમાં પે કમિશનને મંજૂરી મળી ગઇ છે.સચિવોની એમ્પાવર્ડ કમિટીએ કમિશનની ભલામણો દ્વારા 18થી 30% સેલરી વધારવાની ભલામણ કરી છે. ત્યારે 23 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી 98 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. જેમાં પેશનરો પણ શામેલ છે.       પીએમએ સાતમાં પગાર પંચ મામલે નાણાપ્રધાન પાસે રિપોર્ટ માંગી હતી. કેબીનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. ત્યાર બાદ કેબિનેટ દ્વારા 23 ટકા સુધીના વધારેને મંજૂરી આપવામાં આવી હતી. પગાર પંચના રિપોર્ટ પર નાણાપ્રધાન અરૂણ જેટલીએ પહેલેથી જ મંજૂરીની મહોર મારી હતી. જેની પર આજે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.     ઉલ્લેખનીય છે કે પે કમિશનના કર્મચારી માટે ઓછામાં ઓછા 18,000 રૂપિયા અને વધારેમાં વધારે 2,25,૦૦૦ રૂપિયા મંથલી સેલરીની ભલામણ કરવામાં આવી ઙ્ગહતી.પીકે સિન્હાની આગેવાનીમાં સચિવોની કમિટીએ પે કમિશનની ભલામણો દ્વારા પણ 18થી 30% વધારે સેલરી નક્કી કરવાની વાત કહી હતી. ઙ્ગએટલે કે 18,૦૦૦ના બદલે અંદાજે 27,૦૦૦ અને 2,25,૦૦૦ના બદલે 3,25,૦૦૦ રૂપિયા સેલરી થઈ શકે. કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી એરિયસ સાથે સેલરી આપવાની આશા છે.

      કેન્દ્રના કર્મચારીઓના બેઝિક પે 16% અને એલાઉન્સ 67% સુધી વધારવાની વાત કહેવામાં આવી છે. કુલ સેલરી 23.5% વધારવામાં આવે. પેન્શનમાં સરેરાશ 24%નો વધારો થશે.મિનિમમ બેઝિક પે 7 હજારથી વધારીને 18 હજાર રૂપિયા કરવામાં આવશે. સેલરીમાં વાર્ષિક 3% વધારો થશે.કેન્દ્રના તમામ કર્મચારી માટે પણ વન રેન્ક-વન પેન્શન હશે. જેમા 10 વર્ષ પહેલા નિવૃત થયેલા કર્મચારીઓ પણ હશે. ગ્રેચ્યુઇટીની મર્યાદા 10થી વધારીને 20 લાખ રૂપિયા.

       જયારે પણ ડીએ 50% વધશે, ગ્રેચ્યુઇટી મર્યાદા ૨૫% વધશે.સેલરી નક્કી કરવા માટે પે બેન્ડ અને ગ્રેડ પેની સિસ્ટમ પૂરી થશે. 56 પ્રકારના ભથ્થા બંધ કરવામાં આવે, તમામને એક સરખુ પેન્શન થશે.પેરા મિલિટરી ફોર્સ માટે પણ શહીદનો દરજ્જો મળશે. મિલિટરી સર્વિસ પે બેગણો થશે. આ માત્ર આર્મી પર લાગુ થશે. અન્ય પર નહી થાય.ની આગેવાનીમાં સચિવોની કમિટીએ પે કમિશનની ભલામણો દ્વારા પણ 18થી 30% વધારે સેલરી નક્કી કરવાની વાત કહી છે.

વેબદુનિયા પર વાંચો