કેન્દ્રની નીતિઓને કારણે વધી મોંધવારી - મોદી

બુધવાર, 30 જૂન 2010 (10:06 IST)
P.R
વધતી મોંધવારી માટે કોંગ્રેસના જોડાણવાળી યુપીએ પર નિશાન સાધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યુ કે કેન્દ્રમાં શાસન કરનારા લોકો સામાન્ય જનતાની જરૂરિયાતોના પ્રત્યે અસંવેદનશીલ થઈ ગયા છે.

અમદાવાદ નગર નિગમ દ્વારા અહી આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે દેશના સામાન્ય માણસનુ જીવન નરક બની ગયુ છે. કેન્દ્ર અસંવેદનશીલ નીતિઓ પર ચાલી રહ્યુ છે. મોદીએ કહ્યુ કે દેશના લોકો મોંધવારી પર કેન્દ્ર પાસે જવાબ માંગશે.

વેબદુનિયા પર વાંચો