કેન્દ્રના જમીન અધિગ્રહણ બિલ વિરુદ્ધ કેજરીવાલનું પ્રદર્શન

બુધવાર, 22 એપ્રિલ 2015 (14:44 IST)
જમીન સંપાદન મુદ્દે કોંગ્રેસ પછી હવે આમ આદમી પાર્ટી પણ કેન્દ્રની સરકારને ઘેરવામાટે મેદાનમાં ઉતરી ગઈ છે. પાર્ટીએ આ વખતે ખેડૂતોને મુદ્દો બનાવીને સરકાર પર નિશાન બનાવવાનુ મન બનાવ્યુ છે. કેન્દ્રને ઘેરવા માટે આમ આદમી પાર્ટીએ બુધવારે દિલ્હીના જંતર મંતર પર એક મોટી ખેડૂત રેલીનુ આયોજન કર્યુ છે.  
 
અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં બોલાવી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો લાગેલો થયો છે.  આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પોતાના નેતા સંજય સિંહની અધ્યક્ષતામાં ખેડૂત સંઘર્ષ સમિતિનુ નિર્માણ કર્યુ છે. જેમની આગેવાનીમાં આજે  જંતર મંતર પર પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.  ત્યારબાદ સંસદ ભવન સુધી માર્ચ પણ થશે.   જો કે દિલ્હી પોલીસે આને મંજુરી આપી નથી. 
 
બીજી બાજુ કેજરીવાલે આ રેલીને લઈને દિલ્હી પોલીસનુ કહેવુ છે કે તેમને આ બાબતને લઈને અગાઉથી કોઈ સૂચના નથી આપવામાં આવી કે ન તો કોઈ મંજુરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસ મુજબ સંસદ સત્ર દરમિયાન નવી દિલ્હી વિસ્તારમાં ધારા 144 લાગૂ રહે છે.  પોલીસે સ્પષ્ટ કર્યુ છે કે આવામા જો કોઈએ નિષેધાજ્ઞાનુ ઉલ્લંઘન કર્યુ તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસનુ આ પણ કહેવુ છે કે આમ આદમી પાર્ટીના સમર્થકોને સંસદની તરફ માર્ચ કરતા રોકવા માટે વધુ બળ ગોઠવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો