કેદારનાથની યાત્રામાં 2000 ગુજરાતીઓ અટવાયા

સોમવાર, 19 મે 2014 (13:38 IST)
ભારતના ઉત્તર ભાગે આવેલા ઉત્તરાખંડમાં બિરાજમાન કેદારનાથના હિંદુ ધર્મના  શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે. જેના કારણે ગત વર્ષની દુર્ઘટના છતાં ચાલુવ વર્ષે કેદરનાથના દર્શની યાત્ર શરૂ કરાતાની સાથે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ  દર્શનાર્થે પહોંચી ગયા છે. પરંતુ શ્ર્ધ્ધા સાથે નિકળેલા ગુજરાતના 2000 સહિત કુલ  10000 યાત્રીઓ તંત્રની લાપરવાહીને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.  પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉતરાખંડ સરકારે મોટા ઉપાડે જાહેરત કરી હતી કે  કેદારનાથની યાત્રામાં યાત્રીઓની સગવડતા માટે આ વખતે ખાસ હેલિકોપ્ટરની સેવાનો  ઉમેરો કરાયો છે. જેના પગલે બધા ઓપરેટરોએ બુકીંગ પણ શરૂ કરી દીધા હતા.  ઓનલાઈન બુકીંગ કરાવીને યાત્રીઓ કેદારનાથના દર્શને પહોંચી ગયા ,ત્યારે ખબર  પડી કે હિલિકોપ્ટરની સેવા તો હજુ શરૂ જ થઈ નથી. જેના પગલે ગુજરાતભરના  યાત્રીઓ પણ ઉતરાખંડમાં અટવાયા છે. કેદારનાથની જાત્રાએ ગયેલા યાત્રીઓએ ફોન કરીને જાણ કરી હતી કે ગયા વર્ષની  ઘટના પછી પણ ઉતરાખંડ  સરકારે કોઈ બોધપાઠ લીધો નથી.યાત્રીકોની  સુરક્ષા માટે  પણ ખાસ કોઈ વ્યવ્સ્થા કરવામાં આવી નથી જેના કારણે ભારે હાલાકીનો સામનો  કરવાનો વારો આવ્યો છે. જ્યારે બીજીબાજુ ત્યાંના એક સ્થાનિક અધિકારીએ નામ નહીં  છાપવાની શરતે કહ્યું હતું કે 21 એપ્રિલે ઉતરાખંડ સરકારે એક મિટીંગ કરી હતી જેમાં   એરલાઈંસ ઓપરેટરોને પણ બોલાવાયા હતા. મિટીંગ પછી સરકારે જાહેરાત કરી  હતી.કે 4 મેથી કેદારનાથ દર્શન માટે હેલિકોપ્ટર સેવા મળશે અને યાત્રીઓ  ઓનલાઈન બુકીંગ કરાવી શકશે. બુકીંગ કરાવીને લોકો ઉત્તરાખંડ પહોંચી ગયા હતા.  પણ ભગવાન કેદારનાથના દર્શન કરવા પહોંચી ન શક્યા. કારણ કે 18 મે સુધીમાં  હેલિકોપ્ટર સેવા શરૂ જ નહોતી થઈ. 

વેબદુનિયા પર વાંચો