કેજરીવાલ 3 વિઘાનસભા સીટો પરથી મતદાતા - ભાજપા

સોમવાર, 25 નવેમ્બર 2013 (14:56 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુનિટે રવિવારે ચૂંટણી પંચને ફરિયાદ દાખલ કરતા આરોપ લગાવ્યો છે કે આપ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બે જગ્યાથી અને ઉત્તર પ્રદેશમાં એક જગ્યાથી મતદારના રૂપમાં દાખલ છે. 22 નવેમ્બરની તારીખના પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની પાસે ઉત્તર પ્રદેશના સાહિબાબાદ વિધાનસભા વિસ્તાર અને રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હી અને સીમાપુરી વિધાનસભા વિસ્તારથી મતદાર ઓળખપત્ર જાહેર છે. સાહિબાબાદ અને સીમાપુરીથી જાહેર કાર્ડમાં એક જ ઓળખ સંખ્યા છે.

ભાજપના સભ્ય સતીશ ઉપાધ્યાયે કહ્યું કે અમને આ સૂચના ઉત્તર પ્રદેશ અને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની અધિકૃત વેબસાઈટ પરથી મેળવી છે. ઉપાધ્યાય અને તેમની સાથે હરીશ ખુરાનાએ પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે જો વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના સાચી હોય તો કેજરીવાલે ચૂંટણી કાનૂનનું ઉલ્લંઘન કર્યું છે. અને તેમને સજા કરવામાં આવી શકે છે.

વેબદુનિયા પર વાંચો