કેજરીવાલની મેટ્રોમાં આમ આદમી(સામાન્ય પ્રજા)ને જગ્યા નહી !!

શનિવાર, 28 ડિસેમ્બર 2013 (13:12 IST)
P.R
પોતાની સરકારના શપથ સમારંભમાં આમ આદમીની જેમ જવા માટે અરવિંદ કેજરીવાલ અને પાર્ટી નેતાઓ-કાર્યકર્તાઓ દ્વારા મેટ્રો દ્વારા યાત્રા કરવી આમ આદમી માટે મુસીબત બની ગઈ. વૈશાલીથી દ્વારકા રૂટ પર જે મેટ્રો ટ્રેનમાં કેજરીવાલ અને તેના સહયોગી ચઢ્યા તેમા કોઈપણ આમ આદમી ચઢી નથી શક્યો. રામલીલા મેદાનમાં પહોંચનારી ભારે ભીડને કારણે કાશ્મીરી ગેટ તરફથી આવનારા નિયમિત મુસાફરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

રામલીલા મેદાનમાં થઈ રહેલ શપથ ગ્રહણ સમારંભમાં જોડાવવા માટે અરવિંદ કેજરીવાલે અને 'આપ'ના નેતાઓને કૌશાંબીથી મેટ્રો કરી. કેજરીવાલે પહેલા જ એલાન કરી દીધુ હતુ કે તેઓ અને તેમના નેતા આમ આદમીની જેમ મેટ્રોમાં મુસાફરી કરી રામલીલા મેદાન જશે. તેથી ભારે સંખ્યામાં 'આપ'ના સમર્થક મેટ્રો સ્ટેશન પર પહેલાથી જ એકત્ર થયા હતા. જેના કારણે સામાન્ય મુસાફરો મેટ્રોમાં નહી ચઢી શક્યા અને તેમને ખૂબ પરેશાની થઈ.

મેટ્રોમાં ભીડ હોવાને કારણે કૌશાંબીથી લઈને બારાખંભા રોડ સુધી સામાન્ય લોકો મેટ્રોમાં ચઢી ન શક્યા અને તેમને સ્ટેશનો પર જ ઉભા રહેવુ પડ્યુ. બારાખંભા મેટ્રો સ્ટેશન પર અરવિંદ કેજરીવાલને નીકળવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમને છેવટે લિફ્ટ દ્વારા બહાર નીકળવુ પડ્યુ.

વેબદુનિયા પર વાંચો