કેજરીવાલની પત્ની થશે પંજાબના CM પદની ઉમેદવાર

મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (15:00 IST)
આપના પૂર્વ કન્વીનર સુચ્ચા સિંહ છોટેપુરે કહ્યુ કે પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે ખુદ અરવિંદ કેજરીવાલ કે પછી તેમની પત્ની સુનીતા કેજરીવાલ માટે માર્ગ મોકળો કરવામાં આવી રહ્યો છે. અહી 'આપ'ના સીએમ બનવાના જે પણ સપનુ જોશે તેને મારી જેમ બલિ આપવા માટે તૈયાર રહેવુ પડશે.  
 
છોટેપુરે કહ્યુ કે પંજાબમાં કેજરીવાલ પોતાની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી પદની ઉમેદવાર બનાવી શકે છે અને તેમણે  ફતેહગઢ સાહેબથી ચૂંટણી લડી શકે છે. તે મૂળ રૂપે ફતેહગઢની રહેનારી છે. બીજી બાજુ 'આપ'એ નવજ્યોત સિંહ સિદ્ધૂથી પણ અંતર બનાવી લીધુ છે. આપ નેતાઓનુ માનીએ તો પહેલા નવજોત સિંહ સિદ્દૂ સાથે બધી વાત નક્કી થઈ ગઈ હતી જેને કારણે જ સિદ્ધૂએ રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધુ હતુ. 
 
રાજીનામા પછી સમગ્ર પંજાબમાં આ વાતો આગની જેમ ફેલાવવા માડી કે સિદ્ધૂ જ પંજાબના સીએમ પદના ઉમેદવાર બનશે ? તેમના આપમાં જોડાવવાની અટકળો કરવામાં આવી રહી હતી. સિદ્ધૂની ખુદને પંજાબના રૂપમાં મુખ્યમંત્રી રજુ કરવાની વાત આપ આલાકમાનને ગમી નહી. ત્યારબાદ તેમણે સિદ્ધૂની આગળ શરતો મુકવાનુ શરૂ કરી દીધુ. 

વેબદુનિયા પર વાંચો