કાશ્મીર પર અપાયેલા નિવેદનથી નારાજ હિન્દુ રક્ષા દળે AAP ઓફિસ પર કર્યો હુમલો

બુધવાર, 8 જાન્યુઆરી 2014 (15:06 IST)
P.R
આમ આદમી પાર્ટીના ગાઝિયાબાદમાં કૌશાંબી સ્થિત કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને હિન્દુ રક્ષા દળ અને શ્રીરામ સેનાએ અંજામ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આપના નેતા પ્રશાંત ભૂષણના કાશ્મીર પર આપેલા નિવેદનના વિરોધમાં હિન્દુ રક્ષા દળ અને શ્રીરામ સેનાના કાર્યકર્તાઓના કાર્યાલયમાં હુમલો કર્યો.આશરે 50 કાર્યકર્તાઓએ કાર્યાલયમાં ઘૂસીને હુમલો કર્યો અને ભારે તોડફોડ કરી. પછીથી પોલીસે અહીં પહોંચીને સ્થિતિને સંભાળી લીધી છે.

આપના નેતા કુમાર વિશ્વાસે ભારતીય જનતા પાર્ટીની તરફ ઈશારો કરતા કહ્યું છે કે આ હુમલો કોણે કરાવ્યો છે તે સૌ કોઈ જાણે જ છે. વિશ્વાસે કહ્યું કે પ્રશાંત ભૂષણના કાશ્મીર નિવેદનથી તેઓ પોતે સંમત નથી. પરંતુ આ રીતની કાર્યવાહીથી સાબિત થઈ ગયું છે કે ભાજપ શું ઈચ્છે છે.

તેમણે કહ્યું કે ભાજપ ગુંડાગીરી પર ઉતરી આવી છે. દેશ જોઈ રહ્યો છે અને જવાબ આપશે. કાશ્મીર પર પ્રશાંતના નિવેદનને લઈને બે વર્ષ પહેલા તેમની પર હુમલો થઈ ચૂક્યો છે. આ વખતે આપના કાર્યાલય પર હુમલો કર્યો છે. કેટલાક દિવસ પહેલા જ પ્રશાંતે એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂહ દરમ્યાન કહ્યું હતું કે કાશ્મીરમાં તે સ્થળો પર સેના લગાવવાની પહેલા સ્થાનીક લોકોની સેનાની ગોઠવણને માટે પૂછવું જોઈએ, જ્યાં શાંતિ થઈ ચૂકી છે.

વેબદુનિયા પર વાંચો