કાશ્મીરમાં કરફ્યુથી બગડી રહી છે સ્થિતિ

મંગળવાર, 12 જુલાઈ 2016 (11:30 IST)
ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરના કાશ્મીર ઘાટીમાં સ્થિતિ હજુ પણ તનાવપૂર્ણ છે. અનેક વિસ્તારોમાં કરફ્યુ લાગેલો છે. બીબીસી સંવાદદાતા રિયાજ મસરૂરના મુજબ લોકોને લગભગ 6 વર્ષ પછી આટલો લાંબો કરફ્યુ સહન કરવો પડી રહ્યો છે. આ પહેલા 2010માં લગભગ દોઢ મહિના સુધી ઘાટીમાં કરફ્યુ લાગેલો હતો. 
 
હિજબુલ મુજાહિદીનના કથિત કમાંડર બુરહાન વાનીની ગયા શુક્રવારે અનંતનાગમાં સુરક્ષા બળો સાથેના મુઠભેડમાં થયેલ મોત પછી ઘાટીમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયુ હતુ. 
 
સુરક્ષાબળોની કાર્યવાહીમાં અત્યાર સુધી લગભગ 30 લોકોના મોત થઈ ચુક્યા છે. હોસ્પિટલ ઘાયલોથી ભર્યુ પડ્યુ છે. 
 
કરફ્યુ લાગીને ચાર દિવસ થઈ ચુક્યા છે. હવે જો તેને આગળ વધારવામાં આવે છે તો માનવીય સંકટ ઉભુ થઈ જશે. સોમવારથી લોકોને ખાવા-પીવાની વસ્તુઓ, બાળકોના ખાવા પીવાનો સામાન શોધવામાં અને બીમાર લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. હાલતના સુધાર માટે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સોમવારે મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. 
 
ત્યારબાદ મુખ્યમંત્રીએ અલગતાવાદીઓને અપીલ કરી કે તો પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં સરકારની મદદ કરે. આ પ્રદેશની પીડીપી-ભાજ્પાઅ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ અસમાન્ય પગલુ હતુ. કારણ કે ભાજપા માને છેકે અલગાવવાદી કોઈનુ પ્રતિનિધિત્વ નથી કરતા.  તેમના કોઈ રાજનૈતિક વિચારો નથી. ભાજપા તેમને જુદા પાડવાની નીતિ પર ચાલી રહી હતી. ઘાટીની પરિસ્થિતિને જોતા પ્રદેશ સરકારે પોતાના વલણમાં નરમાશ લાવતા આવી અપીલ કરી છે. 
 
બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજનીતિક પહલ શરૂ કરતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મંત્રી ઉમર અબ્દુલ્લા સાથે વાતચીત કરી કાશ્મીરમાં શાંતિ માટે પહેલ કરવાની અપીલ કરી. 
 
જો કે આ પગલુ હાલ શરૂઆતના સમયનુ છે પણ જોવાનુ એ હશે કે અલગતાવાદી કેવી પ્રતિક્રિયા આપે છે. 
 
રાજનાથ સિંહે સોમવારે દિલ્હીમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરી. બેઠકમાં સુરક્ષા એજંસીઓના અધિકારી પણ હાજર હતા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આફ્રિકી દેશોની યાત્રા પૂર્ણ કરી ભારત પરત આવ્યા છે. મંગળવારે તેઓ કાશ્મીરની હાલતની સમીક્ષા કરશે. આ દરમિયાન અમેરિકાએ ભારત પ્રશાસિત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ અને ભારતીય સેના વચ્ચે સંઘર્ષ પર ચિંતા દર્શાવી.  અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા જૉન કિર્બીએ સોમવારે આ મામલાના શાંતિપૂર્ણ સમાધાન પર જોર આપ્યુ. 
 

વેબદુનિયા પર વાંચો