કાશ્મીરમાં એસએમએસ પર રોક હટી

શનિવાર, 17 એપ્રિલ 2010 (11:04 IST)
ટેલીફોન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટપેડ સેવાઓ પર સંક્ષિપ્ત સંદેશ સેવા (એસએમએસ)પર પ્રતિબંધનો આદેશ શુક્રવારે થોડાક કલાકની અંદરજ ગૃહ મંત્રાલયના હસ્તક્ષેપ પછી પરત લેવો પડ્યો છે.

ડીઓટીના નિર્ણય પર રાજ્ય સરકારના ભારે વિરોધ પછી ગૃહ મંત્રાલયે આ મુદ્દા પર હસ્તક્ષેપ કર્યો. આ પહેલા પ્રતિબંધ વિરુધ્ધ નારાજગી બતાવતા મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે કેન્દ્રએ તેમની સુરક્ષા ચિંતાને સારી રીતે સમજી નથી અને પ્રદેશના મોબાઈલ ફોન ધારકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.

ગૃહ મંત્રાલયથી એક આદેશ મળ્યા પછી ટેલીફોન વિભાગ(ડોટ)એ સાંજે પોતાનો દિવસનો આદેશ પરત લઈ લીધો.

જમ્મુ-કાશ્મીરમાં મોબાઈલ એસએમએસ સેવા પર પ્રતિબંધનો આદેશ પર પોતાની પ્રતિક્રિયામાં ઉમરે કહ્યુ કે અમે કેન્દ્રને બલ્ક એસએમએસ સેવા પર પ્રતિબંધ લગાડવાની માંગ કરી હતી. અમારુ માનવુ છે કે બલ્ક એસએમએસનો ઉપયોગ સમાચારની આડમાં અફવાઓ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રએ અમારા આગ્રહને વ્યવસ્થિત રીતે સમજ્યો નહી

વેબદુનિયા પર વાંચો