કચ્છી પરંપરિક કલાનું ડિઝિટલાઈઝેશન થશે

મંગળવાર, 6 મે 2008 (16:28 IST)
ખાનગી ક્ષેત્રની એક કંપનીએ આજે પશ્ચિમ ભારતમાં ગુજરાતનાં કચ્છ વિસ્તારમાં મૃતપ્રાયઃ પારંપરિક કલાઓને ડિઝિટલ રીતે સુરક્ષિત કરી તેમાં નવા પ્રાણ ફૂકવાની જાહેરાત કરી છે અને તે એક બિન સરકારી સંગઠનની દેખરેખમાં થશે.

સીનેટ ટેકનોલોજી કંપનીએ પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં આવેલા કચ્છ વિસ્તારમાં મૃત્યુપ્રાયઃ પારંપરિક કલાઓને ડિઝિટલ રીતે સંરક્ષિત કરવાનાં અભિયાનમાં સહયોગ આપવા માટે એક અનોખા કાર્યક્રમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ તસ્વીરો, દસ્તાવેજ, નિર્દેશો અને અન્ય ચીજોને ડિઝિટલ રૂપ આપવામાં આવશે. જેથી આ કલાની ટેકનીક, રીતો, સામગ્રી, ડિઝાઈન અને કચ્છનાં પારંપરિક પહેરવેશમાં ઉપયોગ કરવામાં આવતા કલાત્મક નમૂનાને સુરક્ષિત રાખી શકાય.

આ કામ કલા રક્ષા નામની એક એનજીઓનાં સરંક્ષણમાં સંચાલિત કરવામાં આવશે. આ સંસ્થાથી સંબંદ્ધ લોકોમાં પારંપરિક કલાનાં સંરક્ષણ માટે સમર્પિત કલાકાર, સામુદાયિક સભ્ય અને કલા ડિઝાઈન તથા સંગ્રહાલય સાથે જોડાયેલા નિષ્ણાતો સામેલ છે. ડિઝિટલ અને કલા રક્ષા કાર્યક્રમનાં બે તબક્કા હશે. જે હેઠળ શોધ, પુરાલેખન કાર્યક્રમ તૈયાર કરવું, પ્રદર્શન અને શિષ્યવૃત્તિઓ સામેલ છે.

સીનેટનાં કંટ્રી મેનેજર રાજેશ ખુરાનાનું કહેવું છે કે, ડિઝિટલ કરવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. એવા એ જરૂરી છે કે આપણો સમૃદ્ધ ઐતિહાસિક વારસો, સંસ્કૃતિ અને કલાત્મક પરંપરાઓને સંરક્ષિત કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે.

વેબદુનિયા પર વાંચો