કંધમાલ મામલે સુપ્રિમ કોર્ટે રીપોર્ટ માંગ્યો

ભાષા

બુધવાર, 3 સપ્ટેમ્બર 2008 (18:37 IST)
સુપ્રિમ કોર્ટે આજે ઓરીસ્સા સરકારને આદેશ આપીને કંધમાલમાં ખ્રિસ્તી લોકોની રક્ષા માટે લેવામાં આવેલાં પગલાંઓ જાણકારી ગુરૂવાર સુધીમાં આપી દેવા જણાવ્યું છે.

સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને એક એફિડેવીટ રજુ કરી તે પણ બતાવ્યું હતું કે શું સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની અસ્થિઓને લઈ જઈ રહેલાં વિહિપ નેતા પ્રવિણ તોગડીયાને તેની પરવાનગી આપવામાં આવી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ જી બાલકૃષ્ણનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અંગે આવતીકાલે સુનાવણી રાખી છે.

વેબદુનિયા પર વાંચો