કંધમાલ પોલીસની નિષ્ફળતા - ચિદંબરમ

વાર્તા

શનિવાર, 27 જૂન 2009 (12:51 IST)
કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું કે, ઓરિસ્સાના કંધમાલમાં થયેલા કોમી હુમલા પોલીસ તંત્રની નિષ્ફળતાનું પરિણામ છે.

ઓરિસ્સામાં નક્સલી હિંસાની સ્થિતિની સમીક્ષા માટે બે દિવસીય યાત્રાએ અહીં આવેલા ગૃહમંત્રી પી ચિદંબરમે આજે કંધમાલના હિંસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કર્યા બાદ પત્રકારોને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, કંધમાલમાં હિંસાનો તબક્કો 30થી 40 દિવસ સુધી ચાલતો રહ્યો હતો અને પોલીસ હાથ ઉપર હાથ રાખીને બેસી રહી હતી.

ચિદંબરમે આજે દિલ્હી રવાના થતા પહેલા રાજ્યના મુખ્યમંત્રી નવિન પટનાયક સાથે પણ મુલાકાત કરી ઓરિસ્સામાં નક્સલ પ્રભાવિત જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

આ દરમિયાન પટનાયકે ચિદંબરમ સાથે રાજ્યને કેન્દ્ર તરફથી સીઆરપીએફની ચાર બટાલિયનો પુરી પાડવાની પોતાની અગાઉની માંગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ જવાનોને છત્તીસગઢના સીમાવર્તી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો