કંડોમ ઈશ્વરના નિયોમો વિરુદ્ધ

સોમવાર, 23 ઑગસ્ટ 2010 (11:10 IST)
દારુલ ઉલૂમ દેવબંદે પોતાના નવા ફતવામાં કહ્યુ છે કે શારીરિક સંબંધો દરમિયાન કંડોમનો ઉપયોગ મકરુહ(ઈશ્વરે બનાવેલ નિયમો વિરુદ્ધ) છે.

દારુલ ઉલમ દેવબંધની વેબસાઈટ પર હલાલ અને હરામ સંબંધી બાબતોને પ્રશ્ન ક્રમાંક 24,782માં પૂછવામાં આવ્યો છે કે મારી પત્નીને ઓપરેશનથી એક બાળક થયુ, જે હવે છ મહિનાનુ છે. અમે બે વર્ષ પછી જ બીજુ બાળક ઈચ્છીએ છીએ તો શુ આ બે વર્ષોમાં કંડોમનો ઉપયોગ કરી શકુ છુ ?

જેના પર દેવબંદનો જવાબ છે કે જો તરત જ બીજી ગર્ભાવસ્થાથી પત્નીના આરોગ્ય કે પ્રથમ બાળકન આરોગ્ય પર કોઈ દુષ્પ્રભાવ પડે તો અસ્થાયી રૂપે કંડોમનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ કોઈ કારણ વગર કંડોમનો ઉપયોગ કરવો મકરુહ છે.

વેબદુનિયા પર વાંચો