તેમને કહ્યુ કે બરાક ઓબામા સડેલા હથિયારોના કાળા ફિરંગી વેપારી બતાવ્યા અને તેમને ભિખારી સુધી કહી નાખ્યા અને બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે અમારા ગરીબ દેશના પ્રધાનમંત્રી દુનિયામાં સૌથી વધુ કિમંતી કપડા પહેરે છે. જેમને સીવવા માટે મશીનો પણ જુદી છે. એટલુ જ નહી આઝમ ખાને આરોપ લગાવતા કહ્યુ કે પ્રધાનમંત્રી મહિલા અને પુત્રીના અધિકારોની વાત કરે છે પણ પહેલા ખુદ પોતાની પત્નીને ઈંસાફ આપે અને પછી મહિલાઓના અધિકારની વાત કરે. તેમણે કહ્યુ કે જે પોતાની પત્નીને પોતાના ઘરમાં ન રાખી શકે તે તમારા માટે ઘર ક્યાથી લાવશે ?