એરફોર્સનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

ભાષા

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (15:49 IST)
રાજસ્થાનનાં સરહદી જિલ્લા જેસલમેરમાં હરિયાસર ગામ પાસે ભારતીય વાયુસેનાનું સુખોઈ 30 એમકેઆઈ ફાયટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં પાયલોટનું પણ મોત થયું હતું.

એરફોર્સનાં પ્રવક્તા તરૂણકુમાર સિંઘાનાં જણાવ્યા મુજબ સુખોઈ વિમાને પોતાની અભ્યાસ માટે પુનાથી ઉડાન ભરી હતી. તે પોખરણ ફાયરીંગ રેન્જમાં પોતાનું મિશન પૂર્ણ કરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે સવારે 10.30 વાગ્યે વિમાનમાં ટેક્નીકલી સમસ્યા આવતાં તેણે એટીસી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

તેથી બંને પાયલોટે પેરાશુટ સાથે વિમાનની બહાર નીકળી ગયા હતા. જેમાં વિંગ કમાન્ડર પી.એસ.નારાનું પેરાશુટ નહીં ખુલવાથી મોત થયું હતું. જ્યારે એસ.વી.મુન્ઝે બચી ગયા હતા. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં ખેતરમાં આગ લાગી હતી. તેને પાછળથી ટેન્કર બોલાવી બુઝાવી દેવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો