એફએમ રેડિયોને સમાચાર મુદ્દે ચેતવણી

વાર્તા

શુક્રવાર, 31 ઑગસ્ટ 2007 (22:57 IST)
નવી દિલ્‍લી (વાર્તા) દેશનાં કેટલાક એફએમ રેડિયો ચેનલ પર સમાચાર પ્રસારિત થવાનાં રિપોર્ટની ગંભીરતાને ધ્યાનમાં લઇને સરકારે એફએમ લાઇસંસની શર્તાનું ઉલ્લંઘન જણાવસ એફએમ રેડિયો ઓપરેટરોને સમાચારોનું પ્રસારણ તુરંત બંધ કરવા આદેશ આપ્યો છે.

સરકારે કહ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયનાં જાણમાં આવ્યું છે કે કેટલીક ખાનગી એફએમ ચેનલ સમાચાર અને સમસામયિક કાર્યક્રમોનું પ્રસારણ કરી રહી છે. જે એફએમ રેડિયો ઓપરેટર નિયમોનું ઉલ્લંઘન છે. મંત્રાલય આ મુદ્દાને ગંભીરતાથી લઇ રહી છે.

એફએમ લાઇસંસ નીતિ અનુસાર ખાનગી એફએમ ચેનલ કોઇપણ સંજોગોમાં સમાચાર અને સમસામયિક કાર્યક્રમોનું પ્રસારણ કરી શકે નહીં. આ અનુચ્છેદ 1.4 અને 23.4 માં આપવામાં આવેલા કાયદા વિરૂદ્ધ છે.

આ કારણે સરકારે બધા ઓપરેટરોને આ પ્રકારની ગતિવિધિ રોકવા સલાહ આપી છે.

વેબદુનિયા પર વાંચો