એનડી તિવારીના લગ્નથી બધા નેતાઓ આશ્ચર્ય ચકિત, કોણ છે ઉજ્જવલા

ગુરુવાર, 15 મે 2014 (16:58 IST)
. કોંગ્રેસના 89 વર્ષીય દિગ્ગજ નેતા નારાયણ દત્ત તિવારી પછી સમાચારમાં છે. યૂપી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારમાં અનેક મુખ્ય મંત્રાલયોમાં રહી ચુકેલા એનડી તિવારી ચર્ચામાં રહેવાને કારણે રાજનીતિક નથી પણ ડો. ઉજ્જવલા શર્મા સાથે ગઈકાલે લગ્ન કરવાને કારણે ચર્ચામાં આવ્યા છે. 
 
62 વર્ષીય ઉજ્જવલા શર્માએ ગુરૂવારે તિવારીજીના રહેઠાણ પર મીડિયાને બોલાવી આ માહિતી આપી. તેમના આ ખુલાસાથી એનડી તિવારીની સાથે કામ કરી ચુકેલા બધા મોટા નેતાઓને ઝટકો લાગ્યો છે. કલ્યાણ સિંહ હોય કે મુલાયમ સિંહ યાદવ અથવા પ્રમોદ તિવારી આ બધાને એનડી તિવારી દ્વારા પૂજા પાઠ કરવાની વયે લગ્ન કરવાની હરકત ગમી નથી.  
 
આ જ કારણે કોઈપણ નેતાએ તેમને લગ્નની શુભેચ્છા પાઠવી નથી. જ્યારે કે મુલાયમ સિંહ યાદવ તિવારીજીને પોતાના પરિવારના સભ્ય સમજે છે. વિવિધ દળોના રાજનીતિક નેતા આ મામલાથી દૂર રહ્યા. 
 
એટલુ જ નહી રોહિત શેખર પણ એનડી તિવારી અને ઉજ્જવલાના શર્માના લગ્નમાં હાજર રહ્યા નહી.  એનડી તિવારીનો જૈવિક પુત્ર રોહિત શેખર ઉજ્જવલા શર્માનો પુત્ર છે. રોહિત દ્વારા લડવામાં આવેલ કાયદાકીય લડાઈ બાદ જ કોર્ટના આદેશ પર સંતાનવિહિન એનડી તિવારીએ તેને પોતાનો પુત્ર માન્યો હતો. 
 
જ્યારબાદ ઉજ્જવલા શર્માએ એનડીના ઘરમાં રહેવાનો પ્રયત્ન કર્યો. એનડી તિવારીએ તેમની વાત નહી માની તો તેમણે અધિકાર મેળવવા માટે ઉજ્જવલા શર્માએ એનડી તિવારીજીના ઘરની બહાર ધરણા કર્યા. પોલીસ ઓફિસરોએ હસ્તક્ષેપ કરવો પડ્યો. જેથી એનડી તિવારીએ ગયા પખવાડિયે ઉજ્જવલા શર્માને પોતાના ઘર આરોહીમાં રહેવાની મંજૂરી આપી. એનડી તિવારીની પત્ની સુશીલાજીનુ નિધન ઘણા વર્ષો પહેલા જ થઈ ચુક્યુ છે. 
 
આ કારણે આરોહીમાં તેઓ એકલા જ રહેતા હતા અને બુધવારની રાત્રે અચાનક જ તિવારીજીએ ઉજ્જવલા શર્મા સાથે પોતાના પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કરી લીધા. ઉજ્જવલા શર્માએ કહ્યુ કે આ બધુ એટલુ જલ્દી થઈ ગયુ કે રોહિત આવી જ ન શક્યો.  હવે લગ્નની પાર્ટીમાં તિવારી બધા રાજનીતિક મિત્રોને આમંત્રણ આપશે.  
 
 
કોણ છે ઉજ્જવલા શર્મા 
 
ઉજ્જવલા શર્મા હરિયાનાના મોટા આર્યસમાજી નેતા પ્રોફેસર શેર સિંહની પુત્રી છે. શેર સિંહ રોહતકના વૈશ્ય કોલેજમાં ભણાવતા હતા. પછી તેઓ રોહતકથી સાંસદ બન્યા. પછી કેન્દ્ર સરકારના શિક્ષા અને રક્ષા રાજ્ય મંત્રી બન્યા. આ નાતે તેમને કૃષ્ણ મેનન માર્ગ પર ત્રણ નંબર હવેલી આપવામાં આવી. હવેલીમાં પ્રોફેસર શેરસિંહની સાથે જ ઉજ્જવલા શર્મા અને તેમના પતિ વીએસ શર્મા રહેતા હતા. 
 
ઉજ્જવલાનુ લગ્ન 1962માં વીએસ શર્મા સાથે થયુ. તેમનો મોટો પુત્ર સિદ્ધાર્થ અહી જ જન્મ્યો હતો. પ્રોફેસર શેરસિંહ 1967થી 80 સુધી મંત્રી રહ્યા. 1980માં તેઓ ચૂંટણી હારી ગયા. અને નારાયણ દત્ત તિવારી કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ મંત્રી બન્યા. સંયોગથી તેમને પણ એ જ હવેલી મળી.  
 
જેમા પ્રોફેસર શેરસિંહ રહેતા હતા. શેરસિંહનો પરિવાર બહાર કરવામાં આવે એ પહેલા જ પ્રોફેસર શેરસિંહે તિવારીની મદદ માંગી. તિવારીજીએ શેરસિંહને કહ્યુ તમે ચિંતા ન કરશો એ જ રીતે રહો જે રીતે રહેતા હતા. હુ એક રૂમમાં રહીશ. આ મકાનમાં રહેવા દરમિયાન ઉજ્જવલા શર્મા એનડી તિવારીના સંપર્કૢમાં આવી. 
 
2006મા ઉજ્જવલા શર્માના છુટાછેડા થયા અને તેના થોડા સમય બાદ તેણે એનડી તિવારી પર રોહિત શેખરને પોતાનો પુત્ર જાહેર કરવાનો દબાવ બનાવ્યો. તિવારીજી નહી માન્યા તો મા-પુત્ર કોર્ટમાં ગયા અને ડીએનએ રિપોર્ટના આધાર પર રોહિત શેખરને એનડી તિવારીનો  પુત્ર માનવામાં આવ્યો.  
 
જ્યારબાદથી ઉજ્જવલા શર્માએ એનડી તિવારી પર પોતાનો અધિકાર જમાવવો શરૂ કર્યો. જે માટે તેમણે ધરના અને પ્રદર્શન પણ કર્યા અને તિવારીજીના ઓએસડી ભવાની ભટ્ટ વિરુદ્ધ મોરચો ખોલી તેને તિવારીજીના રહેઠણથી બહાર કરી દીધા.  

વેબદુનિયા પર વાંચો