એનએસજી છુટનો ફાયદો મહારાષ્ટ્ર-તામિલનાડુને મળશે

ભાષા

ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2008 (20:06 IST)
પરમાણુ વ્યાપાર માટે એનએસજીમાં મળેલી છુટનો સૌપ્રથમ ફાયદો મહારાષ્ટ્ર અને તામિલનાડુને મળશે.

મહારાષ્ટ્રનાં રત્નાગીરી જિલ્લાનાં જૌતાપુરમાં ફ્રાંસીસી વેન્ડર અરેવા દસ હજાર મેગાવોટ વિજળી ઉત્પાદન કરવાનું સયંત્ર લગાવશે. તેના માટે જગ્યાની પસંદગી પણ થઈ ચુકી છે. અને, ભારતીય પરમાણુ ઉર્જા નિગમ લિમીટેડની સૈધ્ધાંતિક મંજૂરીનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.

નિગમનાં ચેરમેન એસ કે જૈને વધુમાં જણાવ્યું હતું જૈતાપુર પાસે દસ હજાર કિલોવોટ વિજળી ઉત્પાદન કરવાની ક્ષમતા છે. તેના માટે 1200 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવા વાળી આઠ એકમ લગાવવામાં આવશે. આ અંગે કામ શરૂ થઈ ગયું છે.

આ રીતે તામિલનાડુમાં પણ ન્યુક્લિયર એનર્જી પેદા કરવા માટે પ્રયાસો થઈ રહ્યો છે. તામિલનાડુમાં આવનારા દિવસોમાં મેગા ન્યુક્લિયર પ્લાન્ટ લગાવવામાં આવશે. આ અંગે મંજૂરી લેવાનું કામ ચાલી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો