એક ટનથી વધારે વિસ્ફોટક પદાર્થ કબ્જે

ભાષા

સોમવાર, 18 જાન્યુઆરી 2010 (11:19 IST)
પોલીસે અહીંથી તીસ કિલોમીટર થલેસરી નજીક એક વેનમાંથી એક ટનથી પણ વધુ વિસ્ફોટક પદાર્થ જપ્ત કરી લીધો છે. આ મુદ્દે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

પોલીસ ઉપાધીક્ષક એસ. શશિધરને કહ્યું 500 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ, 150 કિલોગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 250 કિલોગ્રામ સ્ટ્રાંશિયમ નાઇટ્રેટ અને 160 કિલોગ્રામ એલ્યુમિનિયમ પાઉડર સિવાય ચારકોલ કબ્જે કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, તેનો સૌથી વધુ ઉપયોગ વિસ્ફોટક બનાવવા માટે કરવામાં આવે છે. આ મુદ્દે અટકાયતમાં લેવામાં આવેલા બે લોકોની પુછપરછ જારી છે.

વેબદુનિયા પર વાંચો