એક્સીડેંટમાં ઘાયલ હેમા માલિનીને ઠીક થવામાં લાગશે છ અઠવાડિયા

શુક્રવાર, 3 જુલાઈ 2015 (15:35 IST)
જયપુર-આગ્રા હાઈવે પર રોડ અકસ્માતમાં ઘાયલ એક્ટ્રેસ અને બીજેપી એમપી હેમા માલિનીની સર્જરી થઈ છે. તેમની મર્સિડિઝ અને કે ઓલ્ટો કાર વચ્ચે ટક્કર મામલે શુક્રવારે પોલીસે સાંસદના ડ્રાઈવરની ધરપકડ કરી છે. રાજસ્થાનની સીએમ વસુંધરા રાજે સિંધિયા અને બીજેપીના અનેક નેતા હેમાને મળવા ફોર્ટિસ હોસ્પિટલ પહોંચ્યા. વસુંધરાએ હેમા ઉપરાંત એ પરિવારની પણ મુલાકાત કરી જેની કાર હેમાની કાર સાથે અથડાઈ હતી. 
 
પોલીસે આ દુર્ઘટનામાં ઓવરસ્પીડિંગનો કેસ નોંધ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે ડ્રાઈવર 150 કિમી પ્રતિ કલાકથી પણ વધુ સ્પીડથી કાર ભગાવી રહ્યો હતો. ગુરૂવારે રાત્રે થયેલ આ દુર્ઘટનામાં ઓલ્ટોમાં સવાર દોઢ વર્ષની બાળકીનુ મોત થઈ ગયુ હતુ. હેમા માલિની, તેમનો ડ્રાઈવર સહિત પાંચ લોકો પણ ઘાયલ થયા હતા. ઘાયલોમાં બાળકીના માતા-પિતા અને ભાઈનો સમાવેશ છે. 
 
નાકમાં ફેક્ચર પણ ટૂંક સમયમાં જ આવશે મુંબઈ 
 
ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટર પી. તમ્બોલીએ કહ્યુ કે હેમા માલિનીની નાકમાં ફેક્ચર છે અને ગુરૂવારે રાત્રે તેમની સર્જરી કરવામાં આવી છે. આશા છે કે હેમા ટૂંક સમયમાં જ મુંબઈ જઈ શકશે.  તે સંપૂર્ણ રીતે હોશમાં છે અને વાત પણ કરી રહી છે. તમ્બોલીએ કહ્યુ કે હેમાના જખમ ભરાતા લગભગ છ અઠવાડિયા લાગશે.  હેમા સાથે જે માણસ હતો તેને વધુ વાગ્યુ નથી કારણ કે તેણે એયરબેગ લગાવી હતી. 
 
ડ્રાઈવર પર બિન ઈરાદાથી હત્યાનો કેસ 
 
એક મીડિયા રિપોર્ટે દાવો કર્યો કે દુર્ઘટના પછી હેમા એક બીજી કારમાં આરોપી ડ્રાઈવર સાથે જયપુર નીકળી ગઈ. ઓલ્ટો કારમાં સવાર ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે કશુ ન કર્યુ.  ડ્રાઈવર મહેશ ઠાકુર વિરુદ્ધ બિન ઈરાદાથી હત્યાનો કેસ નોંધાયો છે. આ ઉપરાંત બેદરકારી અને ઝડપી સ્પીડથી ગાડી ચલાવવાની ધારાઓ પણ લગાવી છે. 
 
કેવી રીતે થઈ દુર્ઘટના - દુર્ઘટના ગુરૂવારે રાત્રે લગભગ નવ વાગ્યે દૌસામાં લાલસોટ બાયપાસ ત્રણ રસ્તા પર થઈ.  મથુરાની સાંસદ હેમા મેંહદીપુર બાલાજીના દર્શન કરી મથુરાથી જયપુર આવી રહી  હતી. ઑલ્ટોમાં સવાર હનુમાન ખંડેલવાલનો પરિવાર જયપુરથી લાલસોટ પરત આવી રહ્યો હતો. ત્રણ રસ્તા પર જેવી કાર ટર્ન થઈ  સામેથી આવી રહેલ મર્સડીઝે ટક્કર મારી દીધી. દોઢ વર્ષની ચિન્નીનુ તત્કાલ મોત થઈ ગયુ.   જ્યારે કે હનુમાન ખંડલવાલ તેમની પત્ની અને પુત્ર શોમિલ ઘાયલ થઈ ગયા.  ઘટના પછી આસપાસના લોકો દોડી આવ્યા અને ઘાયલોને બહાર કાઢ્યા.  પછી પોલીસે ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કર્યા. શિખા અને શોમિલની હાલત બગડતા તેમને જયપુરના એસએમએસ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. 
 

વેબદુનિયા પર વાંચો