એંજીનમાં આગ.. ટ્રેનમાંથી કૂદયા યાત્રી. 50 ઘાયલ

મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (11:30 IST)
ઉત્તરપ્રદેશના વારાણાસીથી મુંબઈ જઈ રહેલ કામાયની એક્સપ્રેસના એંજીનમાં સોમવારે સાંજે 4:40 વાગે આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ.  બોગીઓમા ધુમાડો ભરવાની સાથે કોઈએ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટની અફવાહ ફેલાવી દીધી.  
 
ઘબરાયેલ મુસાફર સોનબરસા ક્રાસિંગ પર ટ્રેન ધીમી થતા જ ચાલતી ટ્રેનમાંથી કૂદવા લાગ્યા. આ ઘટનામાં પચાસથી વધુ મુસાફરો ઘાયલ થયા. જો કે ચાલકની સુઝબુઝનો પરિચય આપતા  તરત ટ્રેન રોકી દીધી હતી. અન્યથા ઘાયલોની સંખ્યા વધુ થઈ શકતી હતી. 
 
ઘટના સ્થળ પર ગ્રામીણોની મદદથી સ્થાનીય ચિકિત્સકોએ ઘાયલોનો પ્રાથમિક ઉપચાર કર્યો. સેવાપુરીથી બીજુ એંજિન મંગાવીને ટ્રેનને લગભગ એક કલાક પછી રવાના કરવામાં આવી. આ દરમિયાન રૂટ અવરોધાવાથી અનેક ટ્રેનોને જ્યા ત્યા જ રોકાવવુ પડ્યુ. 
 
વારાણસીથી રવાના થય અબાદ 11072 કામાયની એક્સપ્રેસ ચોખંડી સ્ટેશન પહોંચી ત્યા સુધી બધુ ઠીક હતુ. ત્યાથી આગળ વધતા ટ્રેન સેવાપુરી સ્ટેશન પહેલા જેવી સોનબરસા ક્રોસિંગની નિકટ પહોંચી કે ત્યા એંજિનમાં આગ લાગી ગઈ અને ધુમાડો બોગીઓમાં ફેલાવવા લાગ્યો. 

વેબદુનિયા પર વાંચો