ઉ.પ્રમાં આંધી, વરસાદ, 13 મોત

ભાષા

રવિવાર, 24 મે 2009 (11:41 IST)
ભારે આંધી સાથે થયેલા વરસાદે ઉત્તર પ્રદેશમાં તબાહી સર્જી છે. આ વરસાદી કહેરમાં 13 લોકોના મોત થયા છે. રાજ્યમાં તાપમાન કેટલાક અંશે નીચું આવતાં લોકોને રાહત થવા પામી છે. પરંતુ ઉત્તર ભારતના મોટા વિસ્તારમાં હજું પણ ગરમી પોતાનું જોર બતાવી રહી છે. રાજસ્થાનના ચુરૂમાં દિવસનું અધિકતમ તાપમાન 45.5 ડિ.ગ્રી. સેં નોંધાયું છે.

ઉત્તર પ્રદેશના રામપુર તથા લખીમપુર ખીરી જિલ્લામાં ગઇ કાલે સાંજથી રાત દરમિયાન 13 લોકોના મોત થયા છે. ભારે પવન સાથે થયેલા વરસાદથી રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં તાપમાન 40 ડિ.ગ્રી સે.થી નીચે આવી ગયું છે. તાજ નગરી આગ્રા, અલ્હાબાદ અને રાજધાની લખનૌમાં મહત્તમ તાપમાન અનુક્રમે 39.4, 38.9 તથા 36.8 ડિ.ગ્રી સે નોંધાયું છે.

વેબદુનિયા પર વાંચો