ઉલ્ફાની ધમકીઓ વચ્ચે આજથી ચાર દિવસ નરેન્દ્ર મોદી નોર્થ ઈસ્ટમાં રોકાશે

શનિવાર, 29 નવેમ્બર 2014 (11:33 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કડક સુરક્ષા વચ્ચે ચાર દિવસની પૂર્વોત્તર યાત્રા માટે રવાના થશે. શનિવારે સાંજે અસમ પહોંચવા સાથે જ મોદીની નોર્થ ઈસ્ટની યાત્રા શરૂ થશે. આ દરમિયાન તે અસમ ઉપરાંત મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેંડ પણ જશે. 
 
પ્રધાનમંત્રી બન્યા પછી મોદીની આ પ્રથમ પૂર્વોત્તર યાત્રા છે. આ પહેલા પ્રધાનમંત્રી રહેતા એચડી દેવગૌડાએ પૂર્વોત્તર રાજ્યોની ચાર દિવસની યાત્રા કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી પૂર્વોત્તર રાજ્યોમાં ચાર દિવસ વિતાવનારા બીજા પ્રધાનમંત્રી બનશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્થ-ઇસ્ટ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઉલ્ફાની ધમકીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સિઓએ સુરક્ષા કડક કરી દીધી છે. દરેક સ્થળ ઉપર જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે અને  દરેક સ્થળો ઉપર ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે. મોદીનો આ પ્રવાસ એવા સમયે છે જ્યારે ઉલ્ફાની સ્થાપનાને 24 વર્ષ પૂરા થઇ રહ્યા છે. 
 
ગુવાહાટી રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મોદી શનિવારે ઝારખંડમાં બે રેલીઓ પણ કરશે. જમશેદપુરમાં સવારે 10.30 વાગ્યે અને રાંચીમાં સવારે 11.30  વાગ્યે મોદી ભાજપા માટે વોટ માંગશે. 2 ડિસેમ્બરના રોજ બીજા ચરણના ચૂંટણી પ્રચાર માટે મોદી આ બે સ્થાનો પર રેલી કરશે. ઉલ્લેખનીય છે એક ઝારખંડમાં 2 ડિસેમ્બરના રોજ બીજા ચરણોમાં 20 વિધાનસભા સીટો પર મતદાન થશે. 

વેબદુનિયા પર વાંચો