ઉદ્ધવ ઠાકરેએ મોદીના પીએમ પદની દાવેદારીનો કર્યો વિરોધ

બુધવાર, 17 એપ્રિલ 2013 (17:24 IST)
.
P.R
શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી પદ માટે મોદીની દાવેદારી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યુ છે કે 8-10 સીટોના ચક્કરમાં જૂના મિત્રો છોડવા ઠીક નથી. ઉદ્ધવે લખ્યુ છે કે રાજનાથ સિંહે એનડીએની બેઠક બોલાવી પીએમ પદની ઉમેદવારી પર છેડાયેલ યુદ્ધનો અંત લાવવો પડશે. ઉમેદવારનુ નામ નક્કી કરતી વખતે એનડીએએન વિશ્વાસમાં લેવુ પડશે.

મોદી પર વિવાદનો અંત લાવો

ઉદ્ધવના મુજબ બીજેપીનુ એક જૂથ પીએમ પદ માટે મોદીના નામની ચર્ચા કરી રહ્યુ છે, તેને લઈને હંગામો થઈ રહ્યો ક હ્હે. પણ શુ મોદી જ સાચેજ બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે ? આ વિશે બીજેપીના વર્તમાન અધ્યક્ષ રાજનાથ સિંહ, લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ જેવા નેતાઓએ સમજવુ પડશે. આ સંદર્ભમાં એનડીએની બેઠક બોલાવીને પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઈને ચાલતા યુદ્ધનો અંત લાવવો પડશે. એક બાજુ યૂપીએના લોકો એક સુરમાં બોલી રહ્યા છે. તેઓ બધા ગમે તે હોય પણ આજે મનમોહન સિંહની પાછળ તો ઉભા છે.

એનડીએમાં વડાપ્રધાનને લઇને ઘણા ઉમેદવારો છે, આ અંગેનો નિર્ણય એનડીએના ગઠબંધનના ઘટકો જ કરશે. ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ તથા લોકસભા વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ નક્કી કરીને જણાવી દે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ છે. આ અંગેનો નિર્ણય કરતાં પહેલા તેનાથી થતાં નફા-નુકસાન અંગે પણ જોઇ લેવું જોઇએ. પાર્ટીના આ નિર્ણયથી 5 થી 10 સીટનો ફાયદો પણ થઇ શકે છે પરંતુ તેનાથી જો સાથી પક્ષો દૂર થઈ જાય તો તેનાથી વધારે સીટોનું નુકસાન પણ જોવા મળી શકે તેમ છે.

વેબદુનિયા પર વાંચો