ઉત્તરાખંડ : વરસાદ અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં મુસીબત

સોમવાર, 24 જૂન 2013 (10:26 IST)
P.R


ઉત્તરાખંડમાં સર્જાયેલી તારાજીનાં આજે આઠમાં દિવસે હવામાનમાં બગડવા લાગ્યુ છે. જેની સીધી અસર રાહત અને બચાવ કામગીરીને થઇ રહી છે. જો કે જોશીમઠમાંથી આર્મીનાં 2 ચીતા હેલીકૉપ્ટરોએ રાહત અને બચાવ કામગીરી માટે ઉડાન ભરી હતી. નોંધનીય છે કે હવામાન ખરાબ હોવાથી ઔલી એરપોર્ટ પર વિજિબિલિટી 50 થી 500 મીટર સુધીની જ છે. જ્યારે ઉડાન ભરવા માટે 1500 મીટર વિજિબિલિટીની જરૂર હોય છે.
P.R

જ્યારે બીજા હેલિકૉપ્ટર અને એમઆઇ 17 હેલીકૉપ્ટર ઉડાન ભરી નથી શકતા. આઝે સવારથી જ રૂદ્વપ્રયાગ, ગુપ્તકાશી, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં વરસાદ વરસ્યો છે. કેદારનાથમાં પણ વરસાદ વરસ્યો છે. ગંગોત્રીમાં રાહતકાર્ય શરૂ થયુ છે. બદ્રીનાથમાં 40 કિલોમીટરનાં વિસ્તારમાં સૈન્ય અભિયાન થઇ રહ્યુ છે.

વેબદુનિયા પર વાંચો