ઉત્તરાખંડઃ ભેખડો ધસવાથી ૧૦ના મોત

સોમવાર, 23 મે 2016 (17:17 IST)
દેહરાદૂન પાસે ચકરાતામાં ગઈકાલે મોડી રાત્રે   જેને કારણે 1 મહિલા અને 2 બાળકો સાથે  ૧૦ લોકોની મજુરોના મોત થયા હતા. આ બધા વાવાઝોડાથી બચવા માટે ભેખડ નીચે ઉભા હતા અને ભેખડ ધસી પડી હતી. આ બધા લોકો માર્ગ નિર્માણનું કામ કરતા હતા.
ઘટનાના સમયે 16 લોકો અસ્થાઈ ઝૂપડીમાં સૂઈ રહ્યા હતા. જે મજૂરી કામ માટે બહાર થી આવ્યા હતા. 
 
 વાવાઝોડાને કારણે ભેખડો ખસી ગઈ અને તેની નીચે ઉભેલા ૧૦ લોકો દબાઈ ગયા હતા. હાલ મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. રાહત અને બચાવકાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે. મૃતકોમાં એક મહિલા અને બે બાળકો સહિત ૧૦ લોકોના મોત થયા છે. આ વાવાઝોડાને કારણે લગભગ અડધો ડઝનથી વધુ મકાનોની છત ઉડી ગઈ છે.
   ઠેર ઠેર વૃક્ષો પણ પડી ગયા છે અને વિજળીના થાંભલા પણ તૂટી પડતા વિજળી ખોરવાઈ ગઈ છે. વરસાદ પણ પડી રહ્યો છે. ઉત્તર કાશીમાં પણ વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે. એક માણસ ઉપર વૃક્ષ પડતા તેનુ મોત થયુ હતું.
 
સ્થાનીય લોકોની મદદથી બચાવ કાર્ય કરાયા. 

વેબદુનિયા પર વાંચો