ચંદ્ર અભિયાનની સફળતાથી ઉત્સાહિત ઈસરો હવે પોતાના મિશન સમુદ્રની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. મહાસાગરીય દુનિયાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઈસરો જુલાઈ-ઓગસ્ટમાં ઓશન સેટ ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપિત કરવા જઈ રહ્યું છે.
ઈસરો પ્રમુખ જી. માધવન નાયરે શુક્રવારે અહીં જણાવ્યું કે સ્વદેશી ટેક્નિકથી બનેલા ઉપગ્રહ ઓશન સેટને જુલાઈ-ઓગસ્ટ સુધી પ્રક્ષેપણ યાન પીએસએલવી મારફત અવકાશમાં મોકલી દેવામાં આવશે.