ઈંડિયાને ડોલર નહી આઈડિયા અને નોલેજ જોઈએ - નરેન્દ્ર મોદી

ગુરુવાર, 24 જુલાઈ 2014 (12:01 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ઈંડિયાને ડોલરની નહી પણ આઈડિયા અને નોલેજ જોઈએ. વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિમ યોગ  કિમ સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આ વાત કિમ ને કહી. કિમને તેમણે કહ્યુ કે ભારતને ડોલરની જરૂર નથી ભારતને નવા વિચાર, જ્ઞાન અને વિશેષજ્ઞ જોઈએ. અહી ભવિષ્યને ધ્યાનમાં રાખતા સ્કિલ્ડ લોકો માટે બેસનો વિકાસ કરવા પર ફોકસ કરવાની જરૂર છે. સાથે જ બેઠક દરમિયાન કિમે સલાહ આપી કે ગંગા સફાઈ અભિયાન વર્લ્ડ બેંક માટે એક પ્રેરણાદાયક પ્રોજેક્ટ રહેશે. 
 
મોદીએ ટ્વિટર પર કહ્યુ કે વર્લ્ડ બેંકના અધ્યક્ષ જે જિમ યોગ કિમની સાથે મારી બેઠક ખૂબ ઉપયોગી રહી. અમે આવનારા સમયમાં સાથે કામ કરવાના અનેક રસ્તાઓ પર ચર્ચા કરી. ટ્વીટ કરી મોદીએ કહ્યુ કે ડોલરના સ્થાન પર અમે વર્લ્ડ બેંકની નોલેજ અને વિશેષજ્ઞતામાં રસ ધરાવીએ છીએ. ડો. કિમે સહમતિ વ્યક્ત કરી અને કહ્યુ કે વર્લ્ડ બેંક આપણી ઈંફોરમેંશન બેંક બની શકે છે. 
 
મોદીએ કહ્યુ કે અમે વર્લ્ડ બેંક પાસેથી માસ પ્રોડક્શન પર જ ફક્ત આઈડિયા નથી જોઈતા પણ પ્રોડકશન બાય માસ માટે પણ આઈડિયા જોઈએ. જે અમારે માટે લાભકારી રહેશે. આ ધ્યાન આપવા યોગ્ય બાબત છે કે વર્લ્ડ બેંક હજુ ગુડ્સના વેપાર પર ફોકસ કરે છે. ભવિષ્યમાં મુખ્ય સમસ્યા સ્કીલ્ડ લોકોની અછતની રહેશે. આપણે આ દિશામાં કામ કરવુ પડશે. સાથે જ મોદીએ વિશ્વ બેંકના કાર્યક્રમોનો શીઘ્ર અમલીકરણ કરવા પર પણ જોર આપ્યો. 

વેબદુનિયા પર વાંચો