આસારામ બાપૂની અગ્રિમ જમાનતની અરજી, રજૂ થવાનો કર્યો ઈંકાર

શુક્રવાર, 30 ઑગસ્ટ 2013 (17:30 IST)
.
P.R
યૌન શોષણના આરોપી કથાવાચક આસારામ બાપૂએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાંજિટ અગ્રિમ જામીન માટે અરજી આપી દીધી છે. આસારામે શુક્રવારે જોઘપુરમાં તપાસ અધિકારી એસીપી ચંચલ મિશ્રા સમક્ષ રજૂ થવાનુ છે. પણ તેમણે 15 દિવસનો સમય માંગ્યો છે. પોલીસે સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમની ધરપકડ માટે એસીપી મિશ્રાના નેતૃત્વમાં ત્રણ પોલીસ ઈંસ્પેક્ટરની ટીમ બનાવાઈ છે. શનિવારે સવારે આસારામ જ્યા પણ હશે, તેમની ધરપકડ કરવા માટે ટીમ રવાના થશે.

છિંદવાડાના ગુરૂકુળના વોર્ડન શિલ્પી, સંચાલક શરદચંદ અને આસારામના મુખ્ય સેવાદાર શિવાને પણ ગુરૂવારે રાત સુધી પોલીસ સમક્ષ હાજર થવાનુ હતુ. આ ત્રણેય પણ હાજર ન થયા. પોલીસ ત્રણેયની ધરપકડ માટે પણ ટીમ મોકલાશે. આસારામ પર કાર્યવાહીને લઈને શુક્રવારે સંસદમાં હંગામો થયો. જદયૂ નેતા શરદ યાદવે તત્કાળ કાર્યવાહીની માંગ કરી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આસારામ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનારી છિંદવાડા ગુરૂકુળની કિશોરી બાળાને કોઈ બીમારી નથી. પરંતુ સંપુર્ણ ષડયંત્ર તેને આસારામ સમક્ષ સમર્પણ કરાવવાની હતી. અત્યાર સુધીની પોલીસ તપાસ મુજબ ગુરૂકુળ વોર્ડને બીમારીના બહાને જ તેના પરિવારના લોકોને બોલાવ્યા હતા. પણ પછી ભૂત પ્રેતનો પડછાયો બતાવીને આસારામ પાસેથી અનુષ્ઠાન કરાવવાનો દબાવ બનાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો