આસારામનું પૂતળું ફુંકાયુ, પોલીસ કરી રહી છે ધરપકડની તૈયારી

શુક્રવાર, 23 ઑગસ્ટ 2013 (10:59 IST)
.
P.R
બળાત્કરના આરોપી સંત, આસારામ બાપુ વિરુદ્ધ જ્યા લોકોનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે, તો બીજી બાજુ પોલીસ તેમની ધરપકડ પહેલા 'હોમવર્ક' કરી રહી છે. બીજી બાજુ તેમના પુત્ર નારાયણ સાંઈએ એક નિવેદન આપીને તેમની મુશ્કેલી વધારી દીધી છે. આસારામના પુત્ર નારાયણ સાંઈએ જળગાવમાં કહ્યુ 'કાલે (બુધવારે)ના સત્સંગમાં બાપુએ અમદાવાદમાં કહ્યુ કે આઠ દસ દિવસ પહેલા અમે વિચારી રહ્યા હતા કે બધુ શાંત થઈ ગયુ છે, કશુ થઈ જ નથી રહ્યુ, બધા ઠંડા પડી ગયા છે, શુ વાત છે.' કિશોરી બાળા સાથે દુષ્કર્મના આરોપી આસારામ બાપુ વિરુદ્ધ ગુરૂવારે રાજસ્થાન, યૂપી સહિત ઘણા રાજ્યોમાં પ્રદર્શન થયુ. રાજસ્થાનમા લોકોએ તેમના ફોટાઓ પર ચંપલનો હાર પહેરાવ્યો. તેમનુ પુતળુ પણ બાળ્યુ.

બીજી બાજુ પોલીસ શરૂઆતી તપાસમાં જ આ સાબિત થઈ ગયુ છે કે આસારામ અને પીડિતા પંદર ઓગસ્ટના રોજ રાત્રે મણાઈના ફાર્મ હાઉસમાં બનેલ આશ્રમમાં જ હતા. પોલીસ હવે આશ્રમના એ રૂમમાં પીડિતા સાથે જે કંઈ થયુ તેના પુરાવા એકત્ર કરવામાં લાગી છે. આ દરમિયાન ભાજપા નેતા ઉમા ભારતી બાપૂના બચાવમાં આવી ગઈ છે.

ગુરૂવારે જ્યારે પોલીસ ટીમ પીડિતાની સાથે ઘટનાસ્થળનુ નિરિક્ષણ કરવા બીજીવાર ગઈ તો ફાર્મ હાઉસના માલિકે બંનેના હાજરીની વાત પોતાના નિવેદનમાં કબૂલ કરી. તેથી હવે પોલીસ આ પુરાવા એકત્ર કરવામાં લાગી છે કે ચાર દિવાલની બનેલ આ ઝૂંપડીમાં પીડિતા અને આસારામ હાજર હતા કે નહી ?

ડીસીપી અજયપાલ લાંબાનુ કહેવુ છે કે જેવુ એ સાબિત થઈ જશે કે ઝૂંપડીમાં બંને હાજર હતા, ત્યારે આસારામની પૂછપરછ કે તેમની ધરપકડનું પગલુ ઉઠાવીશુ. હાલ પોલીસની એક ટીમ છીંદવાડા મોકલવાની તૈઅયરી કરી રહી છે, જ્યા ગુરૂકુળની વોર્ડનની પૂછપરછ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો