આસારામની ધરપકડની માંગ સાથે પીડિતાના પિતા ભૂખ હડતાલ પર

શનિવાર, 31 ઑગસ્ટ 2013 (15:16 IST)
P.R
. આસારામ બાપૂ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ નોંધાવનારા કિશોરી બાળાના પરિજન આસારામની ધરપકડની માંગને લઈને આજે અનશન પર બેસી ગયા છે. પીડિત યુવતી ઉત્તર પ્રદેશના શહાજહાપુરની રહેનારી છે. આસારામની ધરપકડ અને તેમના વિરુદ્ધ કડક પગલા લેવાની માંગને લઈને તેના પિતા આજે કલેક્ટર ઓફિસ સામે અનશન પર બેસી ગયા. તેમની સાથે તેમના કેટલાક સંબંધીઓ અને સ્થાનિક લોકો પણ હતા.

પીડિતાના પિતાએ કહ્યુ કે અમારી માંગ છે ક યુવતીઓ અને મહિલાઓની ઈજ્જતથી રમનારા શૈતાનની ધરપકડ કરી તેને કડક સજા આપવામાં આવે. તેમણે આસારામની ધરપકડ સુધી આંદોલન રજૂ કરવાની માંગ કરી છે. તેમણે આસારામની ધરપકડ સુધી અનશન ચાલુ રાખવાની વાત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આસારામ સમર્થકો તરફથી તેમને સમજૂતી કરી લેવાની ધમકીઓ સતત મળી રહી છે.

વેબદુનિયા પર વાંચો