આરૂષિ હત્યા કેસનો પેથોલોજી રિપોર્ટ ગાયબ

ભાષા

સોમવાર, 27 ઑક્ટોબર 2008 (15:54 IST)
દેશનાં ચક્ચાર જગાવનાર આરૂષિ હત્યાકાંડ હજી ગુંચવણ ભર્યો છે. જિલ્લાની સરકારી હોસ્પીટલમાંથી આરૂષિ હત્યાનો પેથોલોજી રિપોર્ટ ગાયબ થઈ ગયો છે.

મુખ્ય ચિકિત્સા અધિક્ષક એસ.સી.સિંઘલનાં જણાવ્યા મુજબ સીબીઆઈનાં અનુરોધ પર જિલ્લા પ્રશાસને રિપોર્ટ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે મળ્યો નહતો.

સિંઘલનાં જણાવ્યા મુજબ પેથોલોજીનાં વિશેષજ્ઞ છેલ્લાં કેટલાંક મહિનાઓથી રજા પર છે. સીબીઆઈ પેથોલોજી રીપોર્ટની ઓરીજનલ કોપી મેળવવા પ્રયત્ન કરી રહી છે. જેનાં માટે હોસ્પીટલની બે તિજોરીને તોડીને તપાસ કરવામાં આવી હતી.

પણ સીબીઆઈને જે ફાઈલ જોઈતી હતી તે મેળવી શકી નહતી. સિંઘલનાં જણાવ્યા મુજબ ગાયબ થયેલો રીપોર્ટ શોધવા માટે પેથોલોજી વિશેષજ્ઞનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો