આમ આદમી પાર્ટીને ઝટકો : હરીશ ખન્ના અને ધીર ભાજપમાં જોડાશે

શુક્રવાર, 21 નવેમ્બર 2014 (14:42 IST)
દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હરીશ ખન્ના અને મનિંદર ધીર શુક્ર્વારે ભાજપમાં સામેલ થશે જેને લઈને ભાજપ બપોરે બે વાગ્યે પ્રેસ કોનફરંસ કરશે. 
 
ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા પૂર્વ સ્પીકર અને બંગપુરા બેઠકથી ધારાસભ્ય રહેલા એમ.એસ. ધીરે આમ આદમી પાર્ટીની સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે પાર્ટીની અંદર લોકતંત્રની ઉપણને મુદ્દો બનાવ્યો હતો. તે સાથે પીએમ મોદીની કામગીરીના વખાણ કર્યા હતા. એમ.એસ ધીરે જ્યારે આપ સામે બગાવતનો સૂર છેડી દીધો ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ કહ્યું કે જે લોકોને ટિકીટ મળતી નથી તે લોકો જ આ પ્રકારના નિવેદન આપે છે. 
 
બીજી તરફ આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉઅમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં એમ એસ ધીરની બેઠક જંપુરાનો ઉલ્લેખ નથી. સમાચાર છે કે પાર્ટી એમ એસ ધીરને આ વખતે ટિકીટ  આપવાની ન હતી. 
 
તિમારપુર ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય હરીશ ખન્ના આ મહિનાની શરૂઆતમાં આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. હરીશ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે દરેક નિર્ણય અમુક લોકો જ લઈ રહ્યાં છે.જોકે આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી આ વખતે હરીશ ખન્નાએ ટિકીટ આપવાના પક્ષમાં ન હતી.   

વેબદુનિયા પર વાંચો