આદર્શ મામલામાં કોંગ્રેસે હાથ ખંખેર્યા

મંગળવાર, 18 જાન્યુઆરી 2011 (11:11 IST)
કોંગ્રેસે સોમવારે મુંબઈ સ્થિત વિવાદાસ્પદ આદર્શ રહેવાસી સોસાયટીની 31 માળની બિલ્ડિંગને ત્રણ મહીનાની અંદર પાડી નાખવાની પર્યાવરણ મંત્રાલયની ભલામણ પરથી પોતાના હાથ ખંખેરી નાખવાનો પ્રયાસ કરતા કહ્યુ કે આ મુદ્દો કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેનો છે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન જાહેર કરવાની શરત પર કહ્યુ કે આ નિર્ણયનુ સ્વાગત કરવા કે ન કરવાનો પ્રશ્ન નથી. આ મુદ્દા સાથે જોડાયેલા બધા કાયદા, તકનીકી અને પ્રક્રિયાગત મુદ્દા પર્યાવરણ મંત્રાલય અને રાજ્ય સરકારની વચ્ચેના છે. પાર્ટી સૂત્રોએ જો કે કહ્યુ કે પર્યાવરણ મંત્રી જયરામ રમેશનો નિર્દેશ કાયદાકીય રૂપમાં યોગ્ય સાબિત થવાનો છે.

ઉલ્લેખનીય છે કે પર્યાવરણ મંત્રાલયે મુંબઈ સ્થિત વિવાદાસ્પદ આદર્શ સોસાયટીની 31 માળની બિલ્ડિંગને અનાધિકૃત કરાર આપતા તેને ત્રણ મહિનાની અંદર પાડી નાખવાની ગઈકાલે ભલામણ કરી હતી.

વેબદુનિયા પર વાંચો