આતંકવાદ સાથે મોદી નહીં !

ભાષા

મંગળવાર, 28 એપ્રિલ 2009 (10:41 IST)
ભાજપા નેતા નરેન્દ્ર મોદીએ આજે દેશમાંથી આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા જોર આપતાં કડક સ્વરમાં કહ્યું હતું કે, આતંકવાદ અને તે એક સાથે રહી શકતા નથી.

મોદીએ કહ્યું કે, આતંકવાદ અને મોદી આ દેશમાં એક સાથે રહી શકે નહીં. યા તો આતંકવાદ રહેશે કે મોદી. તેમણે કહ્યું કે, તે આતંકવાદથી લડી શકે છે કારણ કે તે કોંગ્રેસની જેમ મતબેંકની રાજનીતિ રમતા નથી.

ભાજપના પ્રભાવવાળા સોલા વિસ્તારમાં ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં મોદીએ મતદારોને કહ્યું હતું કે, ભાજપને મત આપી પ્રધાનમંત્રી પસંદ કરવાની તક અન્ય કોઇ રાજ્યની જનતા નથી મળી.

વેબદુનિયા પર વાંચો