આતંકવાદ માટે અલગ કાયદો - એઆરસી

ભાષા

મંગળવાર, 16 સપ્ટેમ્બર 2008 (19:03 IST)
સરકાર દ્વારા બનાવવામાં આવેલી પ્રશાસનિક સુધાર આયોગ દ્વારા કેન્દ્ર કરતાં અલગ વલણ અપનાવતાં આજે પોતાનાં રીપોર્ટમાં જણાવ્યું કે વર્તમાન કાયદો આતંકવાદ સામે લડવા માટે પૂરતો નથી, તેથી એક નવા વ્યાપક કાયદાની જરૂર છે.

કોંગ્રેસ પ્રવક્તા એમ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળા આ આયોગે આજે તેની ભલામણમાં કહ્યું છે કે આતંકવાદનો સામનો કરવા માટે એક વ્યાપક અને પ્રભાવશાળી કાયદો બનાવવાની જરૂર છે.

આયોગે આતંકવાદ સામે લડવા માટે રજુ કરેલા રીપોર્ટ અંગે મોઈલીએ જણાવ્યું હતું કે વર્તમાન કાયદો આતંકવાદનો સામે અપૂરતો છે. જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ કાયદાનો દુરપયોગ ન થાય તેની જોગવાઈ હોવી જોઈએ.

જો કે સરકારનું માનવું છે કે આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય અપરાધોનો સામનો કરવા વર્તમાન કાયદો સક્ષમ છે. મોઈલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980માં આતંકવાદનો સામનો કરવા કલમ ઉમેરવી જોઈએ.

આયોગે એવી ભલામણ પણ કરી છે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવેલા કોઈ વ્યક્તિને જમાનત ન મળે. જો કે મોઈલીએ જણાવ્યું હતું કે પોટા જેવા કડક કાયદાનો દુર્રપયોગ થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો