આતંકવાદી યાસીન ભટકલ બિહારનો જમાઈ તો નથી ને ? સુશીલ કુમાર મોદી

શનિવાર, 31 ઑગસ્ટ 2013 (12:17 IST)
:
P.R
બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી મોદીએ હાલમાં જ નેપાળની સરહદ પર પકડાયેલ આતંકવાદી યાસીન ભટકલ અંગે જેડીયુ ઉપર વિશેષ ટીપ્પણી કરતાં જણાવ્યું કે જેડીયુ તેને બિહારના જમાઇ તરીકે ના દર્શાવે.

એક સોશ્યિલ નેટવર્કીંગ સાઇટ પર મોદીએ બિહાર સરકાર પર આરોપ લગાવતાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે દેશના 6 રાજ્યોએ અલગ-અલગ મુદ્દે ભટકલની પુછતાછ તથા રીમાન્ડ માટેની વાત કરી પરંતુ બિહાર સરકારે ભટકલની ધરપકડ બાદ પુછતાછ પણ ન કરી તથા તેના રીમાન્ડ માટે કોઇ કોશિષની કાર્યવાહી પણ ન કરી.

મોદીએ બિહાર સરકારને આડે હાથ લેતા કહ્યું કે ગુજરાત પોલીસ અથડામણ મારી ગયેલ ઇશરત જહાંએ પટનામાં પોતાનું બાળપણ વિતાવ્યું હોવાથી જેડીયુએ બિહારની દીકરી બતાવી હતી તો પછી હવે ભટકલનું સાસરું બિહારના સમસ્તીપુર હોવાના કારણે તેઓ તેને બિહારનો જમાઇ ના બતાવે.

વેબદુનિયા પર વાંચો