આઝાદ હિંદ ફોજની પ્રથમ મહિલા કેપ્ટન લક્ષ્મી સહેગલનું નિધન

સોમવાર, 23 જુલાઈ 2012 (14:34 IST)
P.R
દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા નિભાવનારાં સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાની લક્ષ્‍મી સેહગલનું કાનપુરની એક હોસ્પિટલમાં આજે નિધન થયું છે. કેટલાક દિવસો પહેલાં જ તેમને હદયરોગનો હુમલો થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

આઝાદ હિંદ ફોજનાં પ્રથમ મહિલા કેપ્ટન અને આઝાદ હિંદ સરકારમાં મહિલા મામલાનાં મંત્રી રહી ચૂકેલાં લક્ષ્‍મી વ્યવસાયે તબીબ હતાં. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે લક્ષ્‍મી એ સમયે પ્રકાશમાં આવ્યાં કે જ્યારે સુભાષચંદ્ર બોઝે તેમને આઝાદ હિંદ ફોજનાં રાણી લક્ષ્‍મી રેજિમેન્ટનાં કમાન્ડર બનાવ્યાં હતાં.

૧૯૧૪માં પરંપરાવાદી તમિલ પરિવારમાં જન્મેલાં ડો.લક્ષ્‍મી સેહગલે મદ્રાસ મેડિકલ કોલેજથી તબીબી શિક્ષણ લીધું હતું. આ બાદ તેઓ સિંગાપુર ચાલ્યાં ગયાં હતાં. બાદમાં લક્ષ્‍મી સેહગલ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં સામેલ થઇ ગયાં હતાં.

લક્ષ્‍મી સેહગલને ભારત સરકારે ૧૯૯૮માં પદ્મવિભૂષણથી સન્માનિત કર્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો