આજે હાજર નહી થયા તો આસારામ બાપુની ધરપકડ થઈ શકે છે

શુક્રવાર, 30 ઑગસ્ટ 2013 (10:52 IST)
P.R
આસારામ યૌન અપરાધના એક કેસમાં આરોપી છે. તેમના પર 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. જો કે આસારામે તેમના પર લગાવેલા આરોપોનું ખંડન કરતા સોનિયા અને રાહુલ ગાંધી પર તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોલીસે 19 સપ્ટેમ્બર સુધીના સમયની માંગ કરી હતી,પરંતુ પોલીસે અસ્વીકાર કરી દીધુ છે.

આ પહેલા ગૃહ મંત્રાલયે કહ્યુ કે રાજસ્થાન સરકારે આસારામની સાથે ખાસ વ્યવ્હાર નહી કરવો જોઈએ અને તેણે સામાન્ય વ્યક્તિ જ માનવો જોઈએ. રાજસ્થાન સરકારને મોકલેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે એક જો કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. આ અમારી રાજ્ય સરકારને સલાહ છે કે કાયદા પ્રવર્તનમાં અપવાદ ન થવો જોઈએ.

આસારામને પણ એ જ અધિકાર મળવો જોઈએ, જે યૌન અપરાધના કોઈ અન્ય આરોપીને આવી જ પરિસ્થિતિમાં મળી શકે છે. તેમને કોઈ વિશેષ સુવિદ્યા ન મળવી જોઈએ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આસારામ વિરુદ્ધ લાગેલ આરોપોની તપાસના પરિણામોના આધાર પર તેમના વિરુદ્ધ કડક પગલા લેવાનુ આશ્વાસન આપ્યુ છે. નોટિસમાં આસારામ બાપૂને 30 ઓગસ્ટ સુધી પૂછપરછ માટે રજૂ થવા માટે કહેવામાં આવ્યુ છે.

વેબદુનિયા પર વાંચો