અલકા રાયનું ગોપાલ રાય પર પાર્ટી લાઈનથી જુદુ નિવેદન, પદ પરથી થઈ સસ્પેંડ

ગુરુવાર, 16 જૂન 2016 (13:04 IST)
દિલ્હીની ચાંદની ચૌકથી આમ આદમી પાર્ટી ધારાસભ્ય અલ્કા લામ્બાને પાર્ટીના પ્રવક્તા પદ પરથી બે મહિના માટે સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. અલ્કા પર આરોપ છે કે તેમણે પરિવહન મંત્રી ગોપાલ રાયના પરિવહન મંત્રાલય છોડવાના મુદ્દા પર પાર્ટી લાઈનથી અલગ નિવેદન આપ્યુ. 
 
પાર્ટી સૂત્રો મુજબ આ આપ્યુ નિવેદન 
 
પાર્ટી સૂત્રો મુજબ ગોપાલ રાય મામલે અલ્કાએ કહ્યુ ગોપાલ રાયજીને પદ પરથી એટલા માટે હટાવવામાં આવ્યા છે કે જેથી તપાસ સારી રીતે થઈ શકે. જ્યારે કે પાર્ટીએ એવુ નિવેદન આપ્યુ હતુ કે ગોપાલ રાયે પોતાના સ્વાસ્થ્યને કારણે વિભાગ છોડ્યો. 
 
અલ્કા લાંબાએ કર્યુ ટ્વીટ 
 
પાર્ટી સૂત્રો મુજબ અલ્કાનો આ કોઈ પ્રથમ મામલો નથી. આ પહેલા પણ પાર્ટી લાઈનથી અલગ નિવેદન તેમણે આપ્યુ હતુ. આ અવસર પર અલ્કા લાંબાએ ટ્વીટ કરી ખ્યુ કે હુ પાર્ટીની એક અનુશાસિત કાર્યકર્તા છુ અને પાર્ટીના દરેક નિર્ણયનું સન્માન કરુ છુ.  મારાથી ભૂલથી પણ જો કોઈ ભૂલ થઈ હશે તો હુ તેનો પશ્ચાતાપ જરૂર કરીશ જેથી મારે કારણે પાર્ટીની ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈને કોઈપણ પ્રકારનું નુકશાન ન પહોંચે. 
 
જયહિન્દ. 

વેબદુનિયા પર વાંચો