અરવિંદ કેજરીવાલે આપના સંયોજક પદ પરથી રાજીનામુ આપ્યુ

બુધવાર, 4 માર્ચ 2015 (13:25 IST)
આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલ આંતરિક વિવાદ હેઠળ અરવિંદ કેજરીવાલે આજે પાર્ટીના સંયોજક પદ પરથી રાજીનામુ આપ્યુ. તેમણે પોતાની વ્યસ્તતાને રાજીનામાનું કારણ બતાવતા કહ્ય્ય કે તેઓ ફક્ત દિલ્હી પર ધ્યાન આપવા માંગે છે. તેથી જ આ પગલુ ઉઠાવ્યુ છે. બંને જવાબદારીઓ ભજવવી મુશ્કેલ થઈ ગઈ છે. તેથી રાષ્ટ્રીય કાર્યકારિણીને આ રાજીનામુ મોકલી આપ્યુ છે. 
 
બપોરે બે વાગ્યે થનારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અરવિંદના રાજીનામાની ચર્ચા હશે. બેઠકમાં ટોચના નેતૃત્વ દ્વારા ચર્ચા પછી નિર્ણય લેવામાં આવશે કે તેમનુ રાજીનામુ સ્વીકાર કરવામાં આવે કે નહી. 
 
બીજી બાજુ પાર્ટીના સંયોજક પદ પર અરવિંદ બન્યા રહેવાના વિવાદના જન્મદાતાઓમાંથી એક યોગેન્દ્ર યાદવે અરવિંદના રાજીનામાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે  પહેલા પણ અરવિંદ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીને પોતાનુ રાજીનામુ મોકલ્યુ હતુ પણ તેને મંજુર નહોતુ કરવામાં આવ્યુ. 
 
પાર્ટી નેતા સંજય સિંહે કહ્યુ કે અરવિંદના રાજીનામા પર બેઠકમાં ચર્ચા થશે. પણ પાર્ટીમાં અનુશાસનહીનતા બિલકુલ સહન નહી કરાય. જો કે તેઓ કોઈનુ નામ લેવાથી બચતા જોવા મળ્યા. પણ સંકેત આપ્યો કે મોટાભાગના વરિષ્ઠ નેતા આ વિવાદને જન્મ આપનારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીના મુડમાં છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે આ સમગ્ર મામલામાં પાર્ટીની મજાક ઉડી છે. જેનાથી કાર્યકર્તાઓનુ મનોબળ પડી ભાંગ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો