અમેરિકન પ્રેસિડેંટની હાજરીમાં 66માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી

મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (09:59 IST)
ભારતના 66 માં ગણતંત્ર દિવસની ઉજવણી દિલ્હીના રાજપથમાં શરૂ થઈ હતી. આજે વહેલી સવારે દિલ્હીમાં હલકો વરસાદ વચ્ચે રિપબ્લિકન  ડે ની ઉજવણી શરૂ થઈ હતી. આ ગણતંત્ર દિવસના સેલિબ્રેશનમાં ખાસ મહેમાન તરીકે અમેરિકાના પ્રેસીડેંટ બરક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામા સહિત અને મહાનુભાવો હાજર રહ્યા હતા. કોઈ અમેરિકન પ્રમુખે ભારતના ગણતંત્ર દિવસમાં ભાગ લીધો હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. 
 
લીલો કેસરી સાફો અને બ્લેક જોધપુરી શુટમાં સજ્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રેસીડંટ દંપત્તિને આવકાર્યુ હતુ. ગણતંત્ર પરેડની ઉજવણીમાં દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સહિત ત્રણેય લશ્કરી પાંખના વડા સહિત અનેક મહાનુભાવો અને બીજા દેશોના એલચીઓ હાજર રહ્યા હતા. 
 
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રેસિડેંટ્સ બોડીગાર્ડ્સ સાથે આવી પહોંચ્યા હતા. ઘોડાઓ અને ભાલાઓ સાથે સુસજ્જ ગાર્ડસ રાષ્ટ્રપતિને રાજપથ સુધી દોરી ગયા હતા. આ રેજીમેન્ટ ભારતની સૌથી જૂની રેજીમેંટ છે  
 
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શહીદ સૈનિકોના પરિવારોને પરમવીરચક્ર અને અશોક ચક્રથી નવાજી મરણોતર સન્માન કર્યુ હતુ. મેજર મુકુંદ વરદાજન અને નાયક નિરજ કુમાર સિંહને મરણોત્તર અશોક ચક્ર અપાયો હતો.  

વેબદુનિયા પર વાંચો