અમિત શાહને મળી ઝેડ પ્લસ સિક્યોરિટી

ગુરુવાર, 3 જુલાઈ 2014 (09:53 IST)
. બીજેપીના મહાસચિવ અમિત શાહને કેન્દ્ર સરકાર તરફથી ઝેડ પ્લસ સિક્યોરિટી કવર આપવામાં આવ્યુ છે. ગૃહ મંત્રાલયે આ નિર્ણય બુધવારે સાંજે લીધો. એવુ કહેવાય રહ્યુ છે કે શાહ પર હુમલાની આશંકાને જોતા આ  નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને હવે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીની સુરક્ષા વધારીને જેડ શ્રેણી કરી દેવામાં આવી છે. 
 
હાલ અમિત શાહને ગુજરાતમાં ઝેડ પ્લસ સુરક્ષા મળી રહી છે. પણ રાજ્યની બહાર આ સુરક્ષા કવર તેમને નથી મળતુ. ગુપ્ત એજંસીઓને તેમના પર હુમલાના પ્રયત્ન સાથે સંકળાયેલ સૂચનાઓ મળતી રહી છે અને આ જ કારણે તેમને દેશભરમાં ઝેડ પ્લસ સુરક્ષા કવર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે શાહની સુરક્ષા એનએસજીના કમાંડો કરશે. 
 
શાહને બીજેપી અધ્યક્ષ બનાવી શકાય છે. એટલુ જ નહી મહારાષ્ટ્રમાં થનારા ચૂંટણી માટે અમિત શાહને ખાસ જવાબદારી આપવાના સમાચાર છે. આવામાં શાહની સુરક્ષા બીજેપી માટે ખૂબ જ મહત્વનો મુદ્દો થઈ ગયો હતો. ગૃહ મંત્રાલયનો આ તત્કાલ નિર્ણય આ જ મહત્વને સાબિત કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો