અનંત સંસદમાં બોલ્યા, લાલૂ દેશદ્રોહી

ભાષા

ગુરુવાર, 6 મે 2010 (12:37 IST)
ND
N.D
સુદીપ બંદ્યોપાધ્યાય અને મણિશંકર અય્યરની વિપક્ષ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણિયોઓને લઈને ગતિરોધ સમાપ્ત જ થયો હતો કે, બુધવારે લોકસભા મેં ભાજપના અનંત કુમાર દ્વારા રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ વિરુદ્ધ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવવાથી નવો બખેડો ઉભો થઈ ગયો અને સાંજે પાંચ વાગ્યે પાંચમી વખત વિઘ્ન બાદ સદનની કાર્યવાહી ગુરૂવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.

સ્થિતિ એવી બની કે, બંદ્યોપાધ્યાયથી માફીની માગણી કરનારાઓમાં શામેલ ભાજપ સદનના નિશાને આવી ગઈ. તેના સહયોગી પક્ષોએ અનંતની ટિપ્પણી પરત લેવાની સલાહ આપી દીધી.

તીખી નોંકઝોંક

લોકસભામાં ભોજનાવકાશ બાદ જનગણના પર ચર્ચા શરૂ થઈ તો અનંત કુમારે બાંગ્લાદેશી, નેપાળી અને પાકિસ્તાની ઘુસણખોરોનો પ્રશ્ન ઉઠાવ્યો. જે મુદ્દે લાલૂએ કહ્યું કે, અનંત મુદ્દાથી હટીને બોલી રહ્યાં છે અને તે સંઘના એજન્ડાને લાગૂ કરી રહ્યાં છે.

તેના પર અનંતે લાલૂને કહ્યું કે, તે 'દેશદ્રોહી' છે અને દેશ સાથે ગદ્દારી કરી રહ્યાં છે. જેના પર લાલૂએ કહ્યું કે, આપ મને સર્ટિફિકેટ આપનારા કોણ હોય શકો છો. અનંતે લાલૂની મજાક ઉડાવતા એ પણ કહ્યું કે, સંસદથી છુટ્ટી થઈ જશે તો તે 'લાફ્ટર ચેલેંજ; કાર્યક્રમમાં જશે.

વેબદુનિયા પર વાંચો