અડવાણી મોદીનાં નાઈટ વોચમેન-કોંગ્રેસ

ભાષા

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (14:46 IST)
કોંગ્રેસે આઈપીએલ ટુર્નામેન્ટનાં માહોલમાં ક્રિકેટનાં શબ્દોને રાજકારણમાં ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે લાલકૃષ્ણ અડવાણીને ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં નાઈટ વોચમેન ગણાવ્યા હતા.

પાર્ટીનાં પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીનાં જણાવ્યા મુજબ અડવાણી મોદીનાં નાઈટ વોચમેન છે. અડવાણી ક્યાં સુધી સક્રિય રહી શકે છે, તે જોવાનું રહ્યું. પણ જેટલો સમય રહેશે મોદી માટે પીચ તૈયાર કરી દેશે.

સિંઘવીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ નાહકનો ખોટો પ્રચાર કરી રહી છે. દરેક ક્ષેત્રમાં યુપીએ સરકારનો દેખાવ સુંદર રહ્યો છે. ફુગાવાનો દર પણ નીચે છે.

વેબદુનિયા પર વાંચો