અડવાણીને બાજુ પર મુકી થશે મોદીના નામનુ એલાન ?

ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2013 (16:27 IST)
P.R
બીજેપીની તરફથી પીએમ પદના ઉમેદવારના રૂપમાં નરેન્દ્ર મોદીના નામનુ એલાન કરવા માટે કોઈપણ સમયે બીજેપી સંસદીય બોર્ડની બેઠક બોલાવાય શકાય છે. બીજેપી અને સંઘને એવી જાણ નહોતી કે બધા નેતાઓ સાથે મુલાકાત છતા અડવાણી આ રીતે અડી જશે. આવામા રાજનાથ સહિત બધા નેતા એ સંદેશો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી પર નિર્ણય સૌની સહમતિથી થઈ રહ્યો છે. બીજી બાજુ આજે રાજનાથ,સુષમા સ્વરાજ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે.

બીજેપી સાથે જોડાયેલા સૂત્રો મુજબ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મોટી સહમતિ બની ગઈ છે. જેની ઔપચારિક જાહેરાત બીજેપી સંસદીય બોર્ડના તેમની ઉમેદવારીને લીલી ઝંડી બતાવ્યા પછી શુક્રવારે મતલબ કાલે કરવામાં આવી શકે છે. સૂત્રોના મુજબ આવતીકાલે મોદીના નામનુ એલાન થઈ શકે છે. બીજી બાજુ સંઘ મોદીના નામ પર એવી રીતે અડગ છે કે તે મોદી સામેના કોઈપણ વિરોધને બાજુ પર મુકવા તૈયાર છે. સંસદીય દળની બેઠકમાં અડવાણી પણ ભાગ લેશે.

બીજેપીમા મતભેદ નથી - રાજનાથ

આજે રાજનાથ સિંહે કહ્યુ કે આગામી લોકસભા ચુંટણી માટે પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરાત બધા સભ્યો સાથે વાતચીત પછી કરવામાં આવશે. રાજનાથે કહ્યુ કે અમે દરેક સાથે વાતચીત કરયા બાદ નિર્ણય કરીશુ. તેમણે કહ્યુ કે પીએમ ઉમેદવારના મુદ્દા પર બીજેપીમાં કોઈ મતભેદ નથી. બધા સાથે વાતચીત પછી પીએમ ઉમેદવારના નામનુ એલાન કરવામાં આવશે. પાર્ટી પ્રવક્તા અબ્બાસ નકવીએ કહ્યુ કે અમે ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત કરીશુ. પાર્ટીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઈને કોઈ વિરોધાભાસ નથી, બધુ ઠીક છે.

આગળ જાણો શુ છે અડવાણીના સમર્થકોની શરતો


P.R
મોદીના ઉમેદાવારીનુ એલાનમાં પેચ ફસાયો છે. સૂત્રો મુજબ અડવાણી સમર્થકો તરફથી માંગ છે કે મોદી મુખ્યમંત્રી પદ છોડે અને કૈપન કમેટીનુ પણ પદ છોડે. ત્યારે જ તેમના નામ પર સહમતિ બની શકે છે. અડવાણી સમર્થકોનુ કહેવુ છે કે પાર્ટી હંમેશા સામુહિક નેતૃત્વ પર વિશ્વાસ કરે છે.

રાજનાથ મોદી વિરોધી બીગ્રેડના પ્રશ્નોમાં અટવાય ગયા છે. જાણો શુ છે સવાલ

- શુ હાલ મોદીના નામનુ એલાન વિધાનસભા ચુંટણીને મોદી માટે જનમતસંગ્રહ નહી બનાવી દે ?
- જો ડી જી બંજારાની જેમ બીજા ઓફિસરો પણ મોદી વિરુદ્ધ થઈ ગયા તો બીજેપી શુ કરશે ?
- શુ લાલ કૃષ્ણ અડવાણીને પીએમ ઉમેદવાર પસંદ કરવાની સ્વતંત્રતા ન આપવી જોઈએ, જેવી રીતે તેમણે 1995માં વાજપેયીની હાજરીમાં કર્યુ હતુ ?
- શુ બીજેપીએ હાલ સર્વ તાકત વિધાનસભા ચુંટણી જીતવામાં ન લગાવવી જોઈએ ?
- મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોવા ઉપરાંત પીએમ ઉમેદવાર કેવી રીતે બની શકે ?
- શુ મોદીએ ગુજરાતની સત્તા છોડીને દિલ્હીમાં ચુટણી અભિયાન ન સાચવી લેવુ જોઈએ ?

વેબદુનિયા પર વાંચો