અંજલીએ કસાબનો કેસ પડતો મુક્યો

વેબ દુનિયા

મંગળવાર, 31 માર્ચ 2009 (12:49 IST)
N.D

મુંબઇમાં મહિલા વકીલ અંજલી વાઘમારેના નિવાસ સ્થાન ઉપર હુમલો કરવા બદલ શિવસેનાના 9 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. શિવસેનાના સભ્યોએ વાઘમારેના નિવાસ સ્થાને હુમલો કર્યા બાદ મુંબઇ હુમલા દરમિયાન ઝડપાઇ ગયેલા એકમાત્ર આતંકવાદી અજમલ અમિર કસાબનો કેસ લડવા કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મહિલા વકીલ અંજલીએ આ કેસમાંથી ખસી જવાનો મોડી રાત્રે નિર્ણય કર્યો હતો. અંજલીએ કહ્યું હતું કે લોકોની ભાવનાને ધ્યાનમાં લઇને તેઓએ આ નિર્ણય કર્યો છે.

વાઘમારે મોડી રાતના હુમલામાં સહેજમાં બચી ગયા હતા. પોલીસે ટોળાને અલગ પાડવા લાઠીચાર્જ કર્યો હતો. વાગમારેના મુંબઇમાં આવેલા નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કબૂલાત કરી છે કે તેમના નિવાસ સ્થાને હુમલો કર્યા બાદ સરકારે સુરક્ષા પૂરી પાડવા નિર્ણય કર્યો છે.

વેબદુનિયા પર વાંચો