પાક આઇ.એસ.આઇના પ્રતિનિધિને મોકલશે

વાર્તા

શનિવાર, 29 નવેમ્બર 2008 (15:47 IST)
પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે, મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં મદદ કરવા માટે પાકની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ આઇ.એસ.આઇના મહાનિર્દેશકની જગ્યાએ એક પ્રતિનિધિને ભારત મોકલશે.

ભારતે આરોપ લગાવ્યો હતો કે આ હુમલામાં પાકિસ્તાનના કેટલાક તત્વો સંકળાયેલા છે. પાકિસ્તાને આ હુમલાની નિંદા કરી આ હુમલાના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા છે એ આરોપનું ખંડન કર્યું હતું.

પાકિસ્તાને ગઇ કાલે આ મામલે આગેકુચ કરતાં કહ્યું હતું કે ભારતીય પ્રધાનમંત્રીના અનુરોધ પર તેઓ આઇ.એસ.આઇના મહાનિર્દેશકને આ મામલે તપાસમાં મદદરૂપ થવા માટે ભારત મોકલશે. પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયે એક જાહેરાત કરી સ્પષ્ટતા કરી હતી કે આઇ.એસ.આઇના મહાનિર્દેશકને બદલે તેઓ એક પ્રતિનિધિને ભારત મોકલશે.

વેબદુનિયા પર વાંચો