મોદીને હરાવવા વિરોધીઓ હવે એનજીઓની મદદ લેશે

બુધવાર, 29 ફેબ્રુઆરી 2012 (10:35 IST)
P.R
ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમને રાજનૈતિક રીતે હરાવી ન શકતાં હવે તેઓએ એનજીઓ અને મીડિયાના એક વર્ગનો સહારો લેવાનું શરૂ કર્યું છે. આને ગુજરાતની કમનસીબી ગણાવતાં જેટલીએ કહ્યું કે, આ નકારાત્મક ઊર્જા સાથે પાર પાડવા માટે વધુ એક લડાઇ લડવી પડશે.

ગોધરાકાંડનો એક દસકો વીતવા પર મોદીના સમર્થનમાં ઉતરેલા જેટલીએ કહ્યુંકે આ સમય પડકારભર્યો રહ્યો છે. આ એક દસકામાં ગુજરાતની કાયાપલટ થઇ છે. જીડીપી બે આંકડામાં જતો રહ્યો અને દેશ-દુનિયામાં ગુજરાતનો વિકાસ એક આદર્શ બનીને ઉભરી આવ્યો. પ્રાથમિક સુવિધાઓથી માંડીને દરેક ક્ષેત્રમાં રાજયએ પ્રગતિ કરી છે.

આમ છતાં કેટલાક લોકો એવા છે કે જેઓ ગુજરાતના ભવિષ્યેનો રોડમેપ હજુ પણ 2002ના સમયમાં જ જકડી રાખવા માગે છે. તેથી હવે આવા લોકો અને ગુજરાતને સમૃદ્ધ જોવાવાળા વર્ગ વચ્ચે એક સંઘર્ષ થશે. તેમણે એ પણ કહ્યું કે કોઇપણ પ્રકારનાં રમખાણો કે ઉન્માદ હંમેશા એક મોટો ઘા છોડી જાય છે. ગુજરાતનાં રમખાણોનો આ ઇતિહાસ કમનસીબ હતો પણ મોદીના પ્રયાસોથી ગુજરાત તેને ભૂલાવીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો